નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં લાગેલા પ્રતિબંધના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે દેશના અન્ય ભાગોમાં ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ શાંતિથી ચાલી રહી છે તો બંગાળ ને તામિલનાડુમાં જ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ કેમ? એ કલાત્મક સ્વતંત્રતા વિશે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ દેશના અન્ય ભાગોથી અલગ નથી.
બંને રાજ્યોની સરકાર ફિલ્મને આખરે કેમ નથી રિલીઝ કરવા દેતી? અન્ય રાજ્યોમાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ જેવી જ છે. એ ફિલ્મ ત્યાં શાંતિથી ચાલી રહી છે, પણ લોકો ફિલ્મ ના જોવા ઇચ્છે તો એ એમના પર છોડી દો.
CJI ડા. વાય. ચંદ્રચૂડે તામિલનાડુ સરકારને કહ્યું હતું કે રાજ્ય સરકાર એમ ના કહી શકે કે થિયેટરોમાં હુમલા થઈ રહ્યા છે, ખુરશીઓ સળગાવવામાં આવી રહી છે, તો અમે એ દ્રષ્ટિકોણથી જુવત. કોર્ટે કહ્યું હતું કે આ મામલે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુને નોટિસ જારી કર્યા બાદ કહ્યું હતું કે એ હવે આ મામલામાં 17 મેએ સુનાવણી કરશે.‘ધ કેરલ સ્ટોરી’ના નિર્માતાનું કહેવું હતું કે તામિલનાડુ પણ ડિફેક્ટો પ્રતિબંધ લગાવ્યો છે અને વધુ રાજ્યો પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યા છે. નિર્માતાઓને દૈનિક ધોરણે નુકસાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ ફિલ્મથી કાયદો વ્યવસ્થાને જોખમ છે.