રુચિરા UNમાં ભારતના નવાં કાયમી પ્રતિનિધનો કાર્યભાર સંભાળશે

નવી દિલ્હીઃ સિનિયર ડિપ્લોમેટ રુચિરા કંબોજ આજથી સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના નવા કાયમી પ્રતિનિધિ તરીકે કાર્યભાર સંભાળવા માટે તૈયાર છે. તેઓ સોમવારે ન્યુ યોર્ક પહોંચ્યાં હતાં. આ સાથે તેઓ ન્યુ યોર્ક સ્થિત યુનાઇટેડ નેશન્સના વડા મથકમાં ભારતનાં પહેલાં મહિલા રાજદૂત હશે. તેઓ UNમાં ભારતના હાલના કાયમી પ્રતિનિધિ TS તિરુમૂર્તિની જગ્યા લેશે.

રુચિરા કમ્બોજ ઇન્ડિયન ફોરેન સર્વિસની 1987ની બેચના અધિકારી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે હાલમાં ન્યુ યોર્ક પહોંચ્યાં છે. સુરક્ષા પરિષદમાં તેમના સહયોગી રાજદૂતોથી મળીને બહુ સારું લાગ્યું.આ નવા દ્વારા દેશની સેવા કરવાનું માટા માટે બહુ સન્માનની વાત છે.

કંબોજને ભૂતપૂર્વ રાજદૂતે ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો કે અભિનંદન અને તમને તમારી સફળતા માટે શુભકામનાઓ રુચિરા. સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરી અને સંયુક્ત રાષ્ટ્રના મહિલા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લક્ષ્મી પુરીએ ટ્વીટ કર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા નેતૃત્વને મામલે ભારતના પહેલાં મહિલા PR તરીકે પસંદ થવા બદલ અભિનંદન. આ એક ભારત માટે એક માઇલસ્ટોન છે. તેમણે રુચિરાને અભિનંદન પણ પાઠવ્યાં હતાં. શ્રીમતી વિજય લક્ષ્મી પંડિતની સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની અધ્યક્ષતા પછી ભારત માટે ઐતિહાસિક પળ.

IFS અધિકારી કંબોજ હાલમાં ભૂતાનમાં ભારતના એમ્બેસેડરના રૂપે કાર્યભાર સંભાળતાં હતા. તેઓ ભૂતાનમાં ભારતના પહેલાં મહિલા એમ્બેસેડર હતાં. તેઓ 1987 ફોરેન સર્વિસની બેચમાં ટોપર હતાં. તેમને 2002-2005 સુધી ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં કાઉન્સિલર તરીકે તહેનાત કરવામાં આવ્યાં હતાં.