ટેલિકોમ કંપનીઓ 4Gના ચાર્જિસ કદાચ ફરી વધારશે

મુંબઈઃ મોબાઈલ ફોન સેવાઓ માટે દેશમાં 5G ટેક્નોલોજી અપનાવવા માટે કેન્દ્ર સરકારે હાલમાં જ 5G સ્પેક્ટ્રમની હરાજી કરી હતી. ટેલિકોમ કંપનીઓ પાસેથી સરકારે દોઢ કરોડ ટ્રિલિયન રૂપિયાની કમાણી કરી છે. હવે ટેલિકોમ કંપનીઓ એમાંનો ખર્ચો થોડોઘણો વસૂલ કરવા માટે હાલની 4G સેવાઓના દરમાં વધારો કરે એવી શક્યતા છે.

ટેલિકોમ કંપનીઓ આ પહેલાં બે વખત 4G સેવાઓના દર વધારી ચૂકી છે. પહેલાં 2019ના ડિસેમ્બરમાં અને પછી 2021ના નવેમ્બરમાં. હવે વર્તમાન નાણાકીય વર્ષના બીજા હાફમાં તેઓ દર ફરી વધારે એવી શક્યતા છે.