1000 રૂપિયાની એક કેરી?

મુંબઈઃ કેરી અથવા આંબો – ફળોનો રાજા અને ભારતનું રાષ્ટ્રીય ફળ… ભારતમાં આશરે 1,500 જાતની કેરીઓની ખેતી થાય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના જણાવ્યા મુજબ, ભારતમાં એક પ્રકારની કેરી એવી છે જેની કિંમત પ્રતિ નંગ રૂ. 1,500 છે.

આ કેરી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થાય છે. આ વેરાયટીની કેરીનું નામ છે ‘નૂરજહાં’. આ અફઘાન મૂળની કેરી કહેવાય છે. એ કદમાં એક ફૂટ લાંબી થાય છે અને એનું વજન 2.75 કિલોગ્રામ હોય છે.

(આ પ્રતિકાત્મક તસવીર છે)