નવી દિલ્હીઃ દિવાળી પર દર વર્ષે થનારા પ્રદૂષણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આ વખતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં રોકેટ અને ફટાકડા પર પૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોર્ટે આ દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડાનો જ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી અને એનસીઆરમાં રહેનારા લોકોને અપીલ કરી હતી કે તેઓ આ વર્ષે દિવાળીમાં માત્ર ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે અમારે આપનો સહયોગ જોઈએ છીએ કે જેથી પ્રદૂષણની માત્રા ઓછી કરી શકાય.
10 મહત્વની વાતો…
- કોર્ટે રોકેટ, બોમ્બ અને વધુ અવાજ કરનારા ફટાકડાઓ પર રોક લગાવી.
- કોર્ટે જે ફટાકડાને મંજૂરી આપી છે તેમા મળતી વિગતો અનુસાર ચક્કરડી અને કોઠીનો સમાવેશ થાય છે.
- આ બંન્ને બે રંગમાં આવશે. 50 ચક્કરડી અને 5 કોઠીના એક ડબ્બાની કીંમત 250 રુપિયા હશે.
- દિલ્હી પોલીસે ફટાકડા વિક્રેતાઓ પર નજર રાખવા માટે એક વિશેષ ટીમ બનાવી છે.
- દિલ્હી પોલીસની ટીમનું કામ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ વિક્રેતાઓ માત્ર ગ્રીન ક્રેકર્સ જ વહેંચે.
- સરકાર અનુસાર ગ્રીન ક્રેકર્સ સામાન્ય ક્રેકર્સની તુલનામાં 30 ટકા ઓછું પ્રદૂષણ કરે છે.
- ગ્રીન ફટાકડાના ઉપયોગથી આપણે હવામાં ફેલાનારા સલ્ફર ઓક્સાઈડને મોટા પ્રમાણમાં ઓછું કરી શકીએ છીએ.
- કેન્દ્ર સરકારે પણ આ વર્ષે લોકોને ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
- સુપ્રીમ કોર્ટે વર્ષ 2016 માં પણ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર બેન લગાવ્યું હતું.
- કોર્ટે પોતાના જૂના ઓર્ડરને 2017 માં થોડા સમય માટે દૂર કર્યો હતો.