હરિયાણામાં કિંગમેકર બનેલા આ દુષ્યંત ચૌટાલા કોણ છે?

હરિયાણા: હરિયાણા વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતગણતરીનો દિવસ છે. શરુઆતના ચિત્ર ભાજપ માટે થોડુ ચિંતાજનક લાગી રહ્યું છે. કોંગ્રેસના કમબેકને પગલે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર દેખાઈ રહ્યા છે. આ બધા વચ્ચે 11 મહિના પહેલા ઉભી થયેલી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ચર્ચામાં આવી છે. પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે. આવો જાણીએ કોણ છે દુષ્યંત ચૌટાલા?

કોણ છે દુષ્યંત ચૌટાલા?

31 વર્ષના દુષ્યંત ચૌટાલા હરિયાણાના હિસારના રહેવાસી છે. દેશના ડેપ્યૂટી પીએમ રહી ચૂકેલા હરિયાણાના કદાવર નેતા ચૌધરી દેવીલાલના પરિવારમાંથી આવે છે. ઓમ પ્રકાશ ચૌટાલાને પૌત્ર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કુલદીપ વિશ્નોઈને હરાવીને પ્રથમ વખત દુષ્યંક ચૌટાલા ચર્ચામાં આવ્યા હતા. એ સમયે એમના નામે સૌથી નાની ઉંમરમાં સાંસદ બનવાનો રેકોર્ડ હતો.

દુષ્યંત ચૌટાલાને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈન્ડિયન નેશનલ લોક દળમાંથી બહાર કરી દીધા હતા. ત્યારબાદ તેમણે જનનાયક જનતા પાર્ટીની રચના કરી હતી. ત્યારબાદ તેમણે જીંદમાં રેલી કાઢી હતી જેમાં 6 લાખ લોકોની ભીડ જમા થઈ હતી, જેને મોટી સફળતા માનવામાં આવી.

કોંગ્રેસ કે બીજેપી કોને સપોર્ટ કરશે દુષ્યંત ચૌટાલા?

જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે, લોકો અને 11 મહિના પહેલા બાળકોની પાર્ટી કહેતા હતા. આજે અન્ય પાર્ટીના દિગ્ગજ ઉમેદવારોને અમારી પાર્ટીના ઉમેદવારો હરાવી રહ્યા છે. અમે ધારાસભ્યોને બોલાવીને નિર્ણય લેશું. પણ સત્તાની પાર્ટીતો જેજેપી પાસે જ છે.

દુષ્યંત ચૌટાલાએ કેલિફોર્નિયા સ્ટેટ યૂનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. 1996માં લોકસભા ચૂંટણી દરમ્યાન રોહતકથી દુષ્યંત એ તેમના પરિવારના મુખિયા દેવી લાલની સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. INLD માંથી બહાર કર્યા બાદ પણ તે સતત એ વાત પર ભાર આપતા રહ્યા કે, જેજેપી જ હકીકતમાં દેવી લાલની વિરાસત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]