સોનિયા ગાંધી ડી.કે.શિવકુમારને મળ્યાઃ જેલમાં થઇ મુલાકાત

નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિહાર જેલમાં બંધ કર્ણાટક કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર સાથે મુલાકાત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હતાં. 57 વર્ષીય શિવકુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 3 સપ્ટેમ્બરના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસના મહાસચિવ અંબિકા સોની પણ હતા. શિવકુમાર કર્ણાટકથી સાત વખત ધારાસભ્ય ચૂંટાયા છે તેમને પીએમએલએ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ગત વર્ષે શિવકુમારના ઠેકાણા પર પાડેલા દરોડા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી જેને આધારે આ કેસ કરવામાં આવ્યો હતો. બેગ્લુરુની વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ તેમના વિરુદ્ધ કરોડોની કરચોરી અને કથિત હવાલા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]