નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે કેટલીય પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. હાલના સમયે સૌથી વધુ પ્રચલિત આરટી-પીસીઆર ટેસ્ટ માનવામાં આવતો હતો, પણ હવે એનાથી પણ વધુ સરળ તપાસનો પદ્ધતિ શોધવામાં આવી છે. નેશનલ એન્વાયરનમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ( NEERIએ) એક એવી ટેક્નિક બનાવી છે, જેમાં માત્ર ત્રણ કલાકમાં કોરોના સંક્રમણ માલૂમ પડી શકશે, જેમાં ગાર્ગલ (કોગળા) કરીને કોરોના વિશે માલૂમ પડી શકશે. આટલું જ નહીં, ICMRએ એ ટેક્નિકને મંજૂરી આપી દીધી છે.
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના એક ઘટક પ્રયોગશાળ નાગપુર સ્થિત નીરીએ એક એવું દ્રવ્ય તૈયાર કર્યું છે, જે મોં લઈને 15-20 સેકન્ડે કોગળા કરીને નાની બોટલમાં રાખી લેવામાં આવે છે. કોગળા કરેલું દ્રવ્ય લેબમાં લઈ જઈને એનો ટેસ્ટ કરાવવાથી વ્યક્તિને કોરોના સંક્રમિત થઈ છે કે નહીં એ માલૂમ પડી જશે. એને સ્ટેરાઇલ સેલાઇન ગાર્ગલ ટેક્નિક નામ આપવામાં આવ્યું છે. નીરીનો દાવો છે કે આ પદ્ધતિથી ટેસ્ટ કરવો સરળ થઈ જશે.
આ ટેસ્ટમાં સ્વેબનું ક્લેક્શન લેવું જરૂરી નહીં હોય. એમાં એક ટ્યુબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે એ સલાઇન મોઢામાં નાખીને અને ફરી 15 સેકન્ડ સુધી કોગળા કરવાના રહેશે. જ્યારે વ્યક્તિ કોગળા કરી લેશે, પછી તેણે ટ્યુબમાં થૂંકવાનું રહેશે અને ટેસ્ટિંગ માટે એ આપવાનું રહેશે. આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને આ ટેક્નિકને રિમાર્કેબલ ઇનોવેશન ગણાવી છે. તેમણે કહ્યું હતું કે આ સ્વેબબ ફ્રી ટેક્નિક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આ ટેક્નિક સંસાધનો ઊણપવાળા ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ લાભકારક સાબિત થાય એવી શક્યતા છે. પ્રચલિત એન્ટિજન ટેસ્ટ અથવા આરટી-પીસીઆર ટેક્નિકમાં ટેસ્ટ કરાવવાવાળી વ્યક્તિને નાક અને મોઢામાં સળી નાખતા ડર લાગે છે- એવું જોવામાં આવ્યું છે, પણ નીરી દ્વારા શોધવામાં આવેલ સ્ટેરાઇલ સેલાઇન ગાર્ગલ ટેક્નિકને કોઈ પણ વ્યક્તિ વિના ડરે અપનાવી શકે છે અને આ ટેક્નિક સસ્તી છે, જેથી આવનારા સમયમાં લોકોને ઘણો લાભ થશે.