નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શાહીનબાગમાં CAAની સામે ધરણાં માટે આપેલા પોતાના ચુકાદાનો પુનર્વિચાર કરવાથી ઇનકાર કર્યો છે. લાંબા સમય સુધી વિરોધ કરીને જાહેર સ્થાનો પર અન્યોના અધિકારોનું હનન ના કરી શકાય આ વિરોધનો અધિકાર ક્યારેય પણ અને દરેક જગ્યાએ ના હોઈ શકે. લાંબા સમય સુધી જાહેર સ્થાનો પર કબજો ના જમાવી શકાય, એમ કોર્ટે કહ્યું હતું.
ભારતીય બંધારણ યોજના, વિરોધ-પ્રદર્શન અને અસંતોષ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે, પણ કેટલીક ફરજો સાથે. અમે સિવિલ અપીલમાં પુનર્વિચાર અરજી અને રેકોર્ડ પર વિચાર કર્યો હતો. અમને એમાં કોઈ ભૂલ ના લાગી, એમ એસકે કૌલ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો હતો.
પાછલા વર્ષે સાત ઓક્ટોબરે શાહીન બાગ નિવાસી કનીજ ફાતિમા અને અન્યની સમીક્ષા અરજીને ફગાવતાં ખંડપીઠે કહ્યું હતું કે વિરોધનો અધિકાર ક્યારેય પણ અને દરેક જગ્યાએ ના હોઈ શકે.
સાત ઓક્ટોબરે કોર્ટે કહ્યું હતું કે જાહેર સ્થળોએ અનિશ્ચિત કાળ સુધી કબજો ના કરી શકાય. શાહીન બાગ વિસ્તારમાં એન્ટિ-CAA વિરોધ-પ્રદર્શનો જાહેર રીતે કબજો સ્વીકાર નથી.
સુપ્રીમનૌ આ ચુકાદો વકીલ અમિત સાહની દ્વારા દાખલ અરજી પર આવ્યો હતો, જેમાં શાહીન બાગ ક્ષેત્રમાં CAAની સામે રસ્તાની નાકાબંધી કરીને ધરણાં પર બેઠેલા દેખાવકારોને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. પ્રદર્શન કરી રહેલા લોકોને કોવિડ-19ના રોગચાળાને કારણે હટાવવામાં આવ્યા હતા.