મુંબઈઃ અબજોપતિ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એર ભારતમાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવનાર નવી એરલાઈન છે. તેણે અમેરિકાની વિમાન ઉત્પાદક બોઈંગ કંપનીને 72 મેક્સ જેટ વિમાન ખરીદીનો ઓર્ડર આપ્યો છે.
આ સોદો આશરે 9 અબજ ડોલરની કિંમતનો થાય છે. આ જાણકારી બોઈંગના એક એક્ઝિક્યુટિવે આપી છે. અકાસા એરના આ ઓર્ડરને કારણે બોઈંગને વિમાન ઉત્પાદન માર્કેટમાં ગુમાવેલું બળ ફરી પ્રાપ્ત કરવામાં ઘણી મદદ મળશે.
