ભારતમાં 2023માં હાઈડ્રોજન-ચલિત ટ્રેન તૈયાર થઈ જશે

ભૂવનેશ્વરઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો બનાવી રહ્યું છે. એવી પહેલી ટ્રેન 2023માં જ તૈયાર થઈ જશે.

વૈષ્ણવે એમ પણ કહ્યું છે કે ભારતે સ્વદેશી ટેક્નોલોજી વડે ‘વંદે ભારત’ એક્સપ્રેસ બનાવી છે. આ સેમી-હાઈસ્પીડ ટ્રેન ભારતમાં ચલાવાતી ફાસ્ટેસ્ટ ટ્રેનોમાંની એક છે અને તે છેલ્લા બે વર્ષથી કોઈ મોટી યાંત્રિક ખામી કે બગાડ વગર સરસ રીતે દોડી રહી છે. ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનોનું નિર્માણ ભારતીય રેલવે સંચાલિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માં કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ વધુ સંખ્યામાં ‘વંદે ભારત’ ટ્રેનો સેવામાં મૂકવામાં આવશે.