નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની યાત્રા માટે આજે અહીંથી રવાના થયા છે.
આ યાત્રાએ પોતે જશે એવું એમણે ગયા એપ્રિલમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે તેઓ કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર માટે ગયા હતા અને ત્યારે તેઓ જેમાં સફર કરી રહ્યા હતા એ વિમાન આકાશમાં જ 8000 ફૂટ નીચે બેસી ગયું હતું. પોતે એ દુર્ઘટનામાં બચી જવા પામ્યા એનાથી એમને ઘણી રાહત થઈ હતી અને ત્યારે જ એમણે કહ્યું હતું કે ભગવાન શંકરના આશીર્વાદને કારણે તેઓ બચી ગયા હતા.
રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરની યાત્રા 12 દિવસની રહેશે.
કોંગ્રેસ પાર્ટીના વડા પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સલામતીના કારણોસર અમે રાહુલ ગાંધીની યાત્રાનો રૂટ મેપ જાહેર કરી શકીએ એમ નથી.