દિશા રવિને છોડી મૂકો: પ્રિયંકા ગાંધીની માગણી

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હી પોલીસે ટૂલકિટ વિવાદમાં જેની ધરપકડ કરી છે તે પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા દિશા રવિના સમર્થનમાં નિવેદન કર્યું છે. એમણે ટ્વીટ કરીને કહ્યું છે કે જેમની પાસે બંદૂક છે એ લોકો એક નિઃશસ્ત્ર છોકરીથી ડરે છે. એક નિઃશસ્ત્ર છોકરી મારફત હિંમત અને આશાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. દિશા રવિને છોડી મૂકો.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલન સંબંધિત ટૂલકિટનો વિવાદ સોશિયલ મિડિયા પર થયો છે. 21 વર્ષીય બેંગલુરુ કોલેજ-ગર્લ દિશા રવિની દિલ્હી પોલીસે બેંગલુરુમાંથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસનો આરોપ છે કે દિશાએ તે વાંધાજનક ટૂલકિટનું એડિટિંગ કર્યું હતું. અનેક રાજકીય નેતાઓએ દિશાની ધરપકડ કરવા બદલ દિલ્હી પોલીસની ટીકા કરી છે.