નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકાર ખાનગીકરણ માટે પ્રતિબદ્ધ છે. સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનિટાઇઝેશન કાર્યક્રમને આગળ વધારશે. નાણપ્રધાનને બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઇઝેશનનો ઉલ્લેખ કેમ નહોતો કર્યો, એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનિટાઇઝેશન હજી પણ બજેટનો હિસ્સો છે. સરકારી સંપત્તિ વેયવાના યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
નાણાપ્રધાને ડિસેઇન્ટવેસ્ટમેન્ટ દ્વારા કેટલાં નાણાં ઊભાં કરવામાં આવશે એ વિશે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. જોકે તેમણે કહ્યું હતું કે બેન્કોના ખાનગીકરણ માટે કાયદામાં સંશોધન કરવાનું રહેશે. જોકે નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા બજેટ દસ્તાવેજથી માલૂમ પડે છે કે નાણાં વર્ષ 2023-24માં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 51,000 કરોડ એકત્ર કરશે. ગયા વર્ષે બજેટમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટનો રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો હતો, પણ સંશોધિત અંદાજ રૂ. 50,000 કરોડ છે. જોકે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટનો પૂરો નહીં થવાની અપેક્ષા છે. એને માટે માર્કેટની પરિસ્થિતિઓ વર્ષ 2022માં સારી નહોતી. સરકારના પ્રયાસોમાં સુસ્તી જોવા મળી.
નાણાં વર્ષ 2022-23 માટે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP)નું લક્ષ્ય રૂ. 1.6 લાખ કરોડ છે. વડા પ્રધાને NMPને મોનેટાઇઝ અને મોર્ડનાઇઝ માટે મહત્ત્વ જણાયું છે. આ યોજનાનો હેતુ આવા પ્રોજેક્ટસમાં ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ આકર્ષવાનું છે. જેના પૂરા થવા માટે જોખમ નથી રહેતું. આ રસ્તે એકત્ર કરવામાં આવેલા પંડનો ઉપયોગ ફરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રોજેક્ટસમાં થશે.