કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરને કોંગ્રેસ પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

પટિયાલાથી કોંગ્રેસના લોકસભા સાંસદ પરનીત કૌરને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રનીત કૌર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. શુક્રવારે કોંગ્રેસ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે પરનીત કૌરને પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિએ પરનીત કૌરને કારણ બતાવો નોટિસ જારી કરીને ત્રણ દિવસમાં ખુલાસો કરવા કહ્યું છે કે તેને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં ન આવે.

https://twitter.com/ANI/status/1621444345072324608

અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિના સભ્ય સચિવ તારિક અનવર દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વેડિંગે ફરિયાદ કરી હતી કે કૌર ભાજપને મદદ કરવાના ઉદ્દેશ્યથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે એમ પણ જણાવે છે કે પાર્ટીના અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ આવી ફરિયાદો કરી હતી.

કેપ્ટન અમરિંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા

ઘણા સમયથી પ્રનીત કૌરને કોંગ્રેસમાંથી હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. પાર્ટીની બેઠકમાં આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. પંજાબની ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી હતી. પંજાબ કોંગ્રેસે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે સાંસદ પરનીત કૌર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતી.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ પરનીત કૌરના પતિ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કિરેન રિજિજુ, સુનીલ જાખડ અને પંજાબ યુનિટના પ્રમુખ અશ્વની શર્માની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન કેપ્ટને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય પણ કરી દીધું હતું. કેપ્ટન તરીકે જાણીતા સિંહ 2002 થી 2007 અને માર્ચ 2017 થી સપ્ટેમ્બર 2021 સુધી પંજાબના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બાદમાં તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી તેમણે કોંગ્રેસ છોડી દીધી અને બાદમાં પીએલસીની રચના કરી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]