હનુમાનગઢ/રાજસ્થાન- પાકિસ્તાનના કરતારપુર ગુરુદ્વારાને લઈને કોંગ્રેસના આકરી ટીકાનો સામનો કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે આખરે જવાબ આપી દીધો છે.
રાજસ્થાનમાં એક ચૂંટણીની જાહેરસભાને સંબોધન કર્યું હતું, તેમણે કરતારપુર ગુરુદ્રારાનું ઠીકરું કોંગ્રેસને માથામાં પર ફોડી નાંખ્યું છે અને કહ્યું કે ભારત પાકિસ્તાન વિભાજન વખતે જો કોંગ્રેસના નેતાઓએ સમજદારી, સંવદેનશીલતા અને ગંભીરતા દાખવી હોય તો કરતારપુર કયારેય ભારતથી અલગ થઈને પાકિસ્તાનમાં ન ગયું હોત.
અત્રે નોંધનીય છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવજોતસિંહ સિદ્ધુ તાજેતરમાં જ પાકિસ્તાન ગયા હતા, ત્યારથી કરતારપુર કોરીડોરના મામલે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખુબ રસાકસી જામી છે. કરતારપુર કોરીડોરના મુહૂર્તમાં સિદ્ધુ ઉપસ્થિત રહ્યા હતા, ત્યાં કરેલા નિવેદન પછી કરતારપુર મુદ્દે રાજકારણ ગરમાયું છે. જ્યારે પાકિસ્તાન તરફથી નરમ વલણ અપનાવવામાં આવ્યું છે, ત્યારે ભાજપે સિદ્ધુ પર અનેક સવાલ કર્યા છે. તેમજ સિદ્ધુએ પણ સીધો વડાપ્રધાન મોદી પર હૂમલો કર્યો છે. પણ આખરે પીએમ મોદીએ પોતાનું મૌન તોડ્યું છે, અને આજે જડબાતોડ જવાબ આપ્યો છે.
રાજસ્થાનના હનુમાનગઢમાં પીએમ મોદીએ કહ્યું છે કે વિભાજન સમયે જો કોંગ્રેસના નેતાઓએ આ વાત થોડી સમજદારી, સંવેદશીલતા અને ગંભીરતા દાખવી હોત તો હિન્દુસ્તાનના જીવનમાં ગુરુનાનક દેવનું સ્થાન શું છે. તો માત્ર 3 કિલોમીટર દૂર આવેલ આપણું કરતારપુર આજે આપણાથી અલગ ન હોત.