બુલંદ શહેરમાં થયેલી હિંસા મામલે પોલીસ એક્શનમાં, 2 લોકોની ધરપકડ

બુલંદ શહેરઃ યૂપીના બુલંદ શહેરના સ્યાના ગામમાં ગૌહત્યાની અફવા બાદ થયેલી હિંસા પછી હવે પોલીસ એક્શનમાં આવી છે. પોલિસે છાપેમારી તેજ કરી દીધી છે અને ત્યાર સુધીમાં 4 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને 5-6 લોકોની અટકાયત કરવામાં આવી છે. રાતના સમયે ગત રાત્રે શરુ થયેલી છાપેમારી આજે પણ ચાલું છે.

પોલીસે કુલ 60 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે પોલીસે બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પોલીસની એફઆઈઆરમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સોમવારે ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર શહિદ થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બે હિંસાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ તપાસમાં તે વાતનો ખ્યાલ મેળવવામાં આવશે કે કયા કારણથી હિંસા થઈ અને કેમ પોલિસ અધિકારી ઈન્સ્પેક્ટર સુબોધ કુમારને એકલા છોડીને ભાગી ગયા. ત્યારે બીજી તરફ શહિદ થયેલા પોલિસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમારનો પરિવાર અત્યારે દુઃખમાં ગરકાવ થઈ ગયો છે અને આખો પરિવાર અત્યારે ઉદાસીના દરિયામાં ગરકાવ થઈ ગયો છે.

આ પહેલા શહીદ ઈન્સ્પેક્ટર સુબોધ કુમારને પોલીસ લાઈનમાં અંતિમ સલામી આપવામાં આવી. ઈન્સ્પેક્ટર સુબોધ કુમારના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગૃહ જનપદ એટા માટે લઈ જવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બુલંદ શહેરમાં ગોકશીની અફવા બાદ થયેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું અને સાથે જ તે હિંસામાં મૃત્યુ પામેલા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની પત્નીને 40 લાખ રુપિયા અને માતા પિતાને 10 લાખ રુપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરવામાં આવી.

તો આ સીવાય તેમણે દિવંગત ઈન્સ્પેક્ટરના આશ્રિત પરિવારને અસાધારણ પેન્શન તથા પરિવારના એક સભ્યને મૃતક આશ્રિત તરીકે સરકારી નોકરી આપવાની જાહેરાત કરી. એજીડી અનુસાર ઈન્સ્પેક્ટર સુબોધના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મૃત્યું ગોળી લાગવાના કારણે થયું હોવાની પુષ્ટી થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 32 બોરના હથિયારથી ગોળી ચલાવવામાં આવી હોવાની વાત સામે આવી છે.

એજીડી લો એન્ડ ઓર્ડરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સોમવારના રોજ સવારે ગૌવંશના કતલની સૂચના મળી હતી ત્યારબાદ પોલિસ સ્થળ પર પહોંચી. ગામના લોકોએ આક્રોશમાં આવીને રોડ જામ કરી દીધો હતો. મહાવ અને ચિગલવાલી સહિત ત્રણ ગામના લોકો ત્યાં ઉપસ્થિત હતા. આનંદ કુમારે જણાવ્યું કે લોકોએ ફરિયાદ કરી હતી કે ખેતરમાં ગૌવંશના અવશેષ મળી આવ્યા હતા. તેમના કાર્યવાહીનો ભરોસો આપવામાં આવ્યો હતો પરંતુ ગામના લોકોએ ટ્રેક્ટર પર મૂકીને મેઈન રોડ બ્લોક કરી દીધો છે.

વિરોધ પ્રદર્શન આખરે હિંસક બની ગયું અને લોકોએ પોલીસ પર પત્થરમારો શરુ કરી દીધો અને ત્યારબાદ પોલીસ દળે પણ બળપ્રયોગ કર્યો.

તેમણે જણાવ્યું કે ગૌવંશનું માંસ મળવાના કારણે ગામના લોકો અત્યંત આક્રોશમાં આવી ગયા હતા. શરુઆતમાં પોલીસ સાથે વાતચીત દરમિયાન ગ્રામજનો સહમત બની ગયા પરંતુ બાદમાં તે લોકો ફરીથી આક્રોશમાં આવી ગયા. ગામના લોકોએ પોલીસ ચોકી પર પત્થરમારો શરુ કરી દીધો. ત્રણ ગામના આશરે 400 લોકો ત્યાં ઉપસ્થિત હતા. બબાલ દરમિયાન 15 વાહનોની તોડફોડ કરવામાં આવી. ઘણી ગાડીઓને આગ પણ લગાવી દેવામાં આવી. હુમલામાં ઈન્સ્પેક્ટરના માથા પર પણ પત્થર વાગ્યો હતો. લોકોએ પત્થરમારો પણ કર્યો હતો અને ત્યારબાદ આગચંપી પણ કરવામાં આવી હતી. ગૌહત્યાના પૂરાવા અત્યારે મળ્યા નથી. ગૌવંશની હત્યા અને ત્યારબાદ થયેલી હિંસાની તપાસ માટે આઈજી રેન્જ મેરઠની અધ્યક્ષતામાં એક એસઆઈની રચના કરવામાં આવી છે. ત્રણથી ચાર સભ્યો આ એસઆઈટીમાં હશે અને તે સમગ્ર મામલાની તપાસ કરશે.

બુલંદ શહેર હિંસામાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. તો આ સીવાય 5 થી 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલિસની 6 ટીમો બનાવવામાં આવી છે. તો આ સીવાય ઘટનાના વીડિયો પણ ઉપ્લબ્ધ છે. કોઈ નિર્દોષ વ્યક્તને જેલમાં નહી મોકલવામાં આવે. એસઆઈટીનું ગઠન એટલા માટે જ કરવામાં આવ્યું છે. દોષિતોને ક્યારેય માફ કરવામાં નહી આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]