વડા પ્રધાન મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા કરી

દેહરાદૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં હિન્દુઓનાં આસ્થાનાં યાત્રાસ્થળ કેદારનાથ ધામમાં આજે સવારે પહોંચી જઈને કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા છે. ત્યાં એમણે રૂદ્રાભિષેક કરીને બાબા કેદારનાથનાં આશીર્વાદ મેળવ્યા હતા. પીએમ મોદી પારંપારિક પોશાકમાં સજ્જ થઈને મંદિરમાં ગયા હતા અને પૂજા કરી હતી.

વડા પ્રધાન અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ માટે કેદારનાથ ધામની મુલાકાતે આવ્યા છે.