જગન્નાથ મંદિરમાં ગેરકાયદે ઉત્ખનન મામલે સુપ્રીમમાં અરજી

પુરીઃ ઓડિશા સરકાર દ્વારા શ્રી જગ્ન્નાથ મંદિરમાં ગેરકાયદે ખનન અને બાંધકામ કાર્યનો આરોપ લગાડવા બદલ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી શ્રી જગન્નાથની વિરાસતની રક્ષા માટે કરવામાં આવી છે. પુરીમાં મંદિરની આસપાસમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવાથી રોકવાનો ઇનકાર કરતા ઓડિશા હાઇકોર્ટના આદેશને પડકારતી એક વિશેષ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરશે. અરજીકર્તાઓનું કહેવું છે કે ગેરકાયદે ખોદકામને કારણે મંદિરને જોખમ છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મંદિરમાં પુનર્નિર્માણની કોઈ મંજૂરી નથી, પણ અતિક્રમણની સાથે બાંધકામ જારી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અરજીકર્તાઓને સવાલ કર્યો હતો કે આ મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે? ત્યારે અરજીકર્તા સુમંત કુમાર ગઢેઈના વકીલ ગૌતમ દાસે જવાબ આપ્યો હતો કે અરજી તો દાખલ કરવામાં આવી છે, પણ તેમની વાત સાંભળવામાં નથી આવી.

અરજીકર્તા અનુસાર આ અરજી આમ જનતાના હિતમાં અને ભગવાન શ્રી જગન્નાથની વિરાસતની રક્ષા માટે 1958ના અધિનિયમ અને મંદિર સંબંધે પ્રાચીન સ્મારક અને પુરાતત્વ સ્થળ અને અવશેષ (સંશોધન અને માન્યતા) અધિનિયમ 2010માં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન નહીં કરવામાં ઓડિશા સરકારની ગેરકાયદે કાર્યવાહીને પડકારવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ આરોપ લગાડ્યો છે કે ઓડિશા સરકાર ગેરકાયદે બાંધકામ કાર્ય કરી રહી છે, જે શ્રી જગન્નાથના પ્રાચીન મંદિર માટે ગંભીર જોખમ ઊભું કરે છે.