રહેણાંક ભાડા પર 18% જીએસટી ચૂકવવો પડશે

મુંબઈઃ કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના નિયમોમાં કરેલા ફેરફારો મુજબ, લોકોએ માત્ર રસોડામાં વપરાતી ચીજવસ્તુઓ પર જ વધારે ટેક્સ ચૂકવવો પડશે એટલું જ નહીં, પણ ભાડાની રકમ પણ વધારે ચૂકવવી પડશે. જીએસટી કાયદા હેઠળ રજિસ્ટર્ડ હોય એવી વ્યક્તિને રહેણાંક પ્રોપર્ટી ભાડેથી આપવામાં આવી હોય તો એને 18 ટકા ટેક્સ લાગશે. જે કોઈ વ્યક્તિ રૂ.20 લાખથી વધુની સેવા સપ્લાય કરે અને રૂ. 40 લાખથી વધુનો માલસામાન સપ્લાય કરે તેને જીએસટી કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

નાણાં મંત્રાલયના રેવેન્યૂ વિભાગે દેશભરમાં રહેણાંક પ્રોપર્ટીઓના ભાડાની રકમ ઉપર 18 ટકા જીએસટી લાગુ કર્યો છે, જે 18 જુલાઈથી અમલમાં આવ્યો છે. આ નોટિફિકેશન મુજબ, ભાડુઆતે આ ટેક્સ ચૂકવવો આવશ્યક રહેશે જ્યારે પ્રોપર્ટીમાલિક કાનૂની જવાબદારીઓમાંથી બાકાત રહેશે.

આ સુધારાનું એક અનપેક્ષિત પરિણામ એ છે કે, જીએસટી હેઠળ રજિસ્ટર્ડ હોય એવી વ્યક્તિ અને પ્રોપાઈટર, કે જેણે એની રહેણાંક પ્રોપર્ટી કોઈ બિઝનેસ હેતુસર નહીં, પણ અંગત ઉપયોગ માટે ભાડેથી આપી હશે એને પણ આ કરવેરો લાગુ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]