નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે 11 મો દિવસ છે. શિયાળુ સત્ર તેના ત્રીજા સપ્તાહમાં પ્રવેશ કરી રહ્યું છે. આજે હૈદરાબાદની ઘટનાને લઈને સંસદમાં ભારે હંગામો થયો. સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે હંગામો થયો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનાના ખુલાસા પછી આખા દેશમાં ગુસ્સો છે, જેનો અવાજ આજે સંસદમાં ગુંજી રહ્યો છે.
પીએમ મોદી અને અમિત શાહ ઘૂસણખોર છે તેવા અધીર રંજનના નિવેદનને લઈને લોકસભામાં ખળભળાટ મચી ગયો હતો. અધીર રંજને કહ્યું કે લોકસભાના કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશીના નિવેદનની નિંદા કરું છું. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ઘૂસણખોર છે, જો કોંગ્રેસને કોઈ મતલબ હોય તો તેઓએ માફી માંગવી જોઇએ નહીંતર હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તરફથી માફી માંગવાની માગ કરીશ.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ આપણા પ્રમુખ સોનિયા ગાંધીને ઘૂસણખોર કહે છે. તમે લોકો શું કહો છે? જો અમારો નેતા ઘૂસણખોર છે, તો તમારો નેતા પણ ઘૂસણખોર છે.
લોકસભામાં તેલંગાનાના નાલગોંડાથી કોંગ્રેસના સાંસદ યુકેએન રેડ્ડીએ કહ્યું હતું કે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં મહિલા ડોક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો, હત્યા કરવામાં આવી હતી અને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનું એક કારણ દારૂનું આડેધડ વેચાણ છે. અમારી વિનંતી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા કરવી જોઇએ.