અયોધ્યા કેસ: હા-ના કરતાં છેવટે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ

નવી દિલ્હી: અયોધ્યા મામલે જમીયત-ઉલેમા-એ-હિન્દ તરફથી સોમવારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં 9 નવેમ્બરના ચુકાદા પર પુનર્વિચાર કરવાની માગ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમીયતે કોર્ટના નિર્ણયના એ ત્રણ બિંદુઓ પર ફોક્સ કર્યું છે, જેમાં ઐતિહાસિક ભૂલોનો ઉલ્લેખ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આશ્ચર્ય તો એ છે કે, સુપ્રીમે તેના ચુકાદામાં કહ્યું કે, મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય એ વાતના કોઈ ચોક્કસ પુરાવા નથી.

બીજો મુદ્દો એ છે કે, 22-23 ડિસેમ્બર 1949ની રાતે મસ્જિદમાં મૂર્તિઓ રાખવી પણ ખોટું હતુ. આ વાત સુપ્રીમે તેના નિર્ણયમાં કહી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત ઢાંચો તોડવો પણ ખોટું હતુ, પણ આ ભૂલોની સજા આપવાને બદલે તેમને સંપૂર્ણ જમીન આપી દેવામાં આવી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બધા મુદ્દાઓને લઈને સુપ્રીમ તેના નિર્ણય પર ફરીથી વિચાર કરે.

અરજીમાં કહેવામાં આવી આ વાતો

  • સુપ્રીમ કોર્ટે તેમના નિષ્કર્ષમાં કહ્યું હતુ કે, મસ્જિદ પક્ષ પ્રતિકુળ કબ્જાને સાબિત કરવામાં સક્ષણ નથી રહ્યો એ પણ સાચુ નથી.
  • સુપ્રીમે એએસઆઈના રિપોર્ટમાં વાંચ્યુ હતુ કે, એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે, મસ્જિદ ખાલી જમીન પર નહીં પણ એક ગૈર-ઈસ્લામી સંરચનાના ખંડેર પર બનાવવામાં આવી હતી, જે 10મી સદીના મોટાભાગના હિન્દુ ઢાંચાઓને મળતી આવતી હતી. આ પણ સાચુ નથી.
  • સુપ્રીમે યાત્રિયો, ઈતિહાસકારો અને લેખકોના ખાતાના રૂપમમાં હિન્દુ પક્ષ દ્વારા આપવામાં આવેલા પુરાવાનો સ્વીકાર કર્યો પણ અમારા દ્વારા આપવામાં આવેલા ચોક્ક્સ પુરાવાને અવગણ્યા.
  • સુપ્રીમે એ નિષ્કર્ષ પર પણ ભૂલ કરી છે કે, હિન્દુ લોકો નિર્વિવાદ રૂપથી મસ્જિદની અંદર પૂજા કરતા હતા જે અંદરના ગર્ભગૃહને ભગવાન રામનું જન્મસ્થળ માને છે.
  • આર્ટિકલ 143 હેઠળ મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવાનો નિર્ણય પણ યોગ્ય નથી.

 

આ અગાઉ જમીયત-ઉલેમા-એ-હિન્દ રાષ્ટ્રીય કાર્યસમિતિના અધ્યક્ષ મોલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, કોર્ટનો ચૂકાદો સમજની બહાર છે.  કાયદો અને ન્યાયની દ્રષ્ટીએ ત્યાં બાબરી મસ્જિદ હતી, છે અને કયામત સુધી મસ્જિદ જ રહેશે પછી ભલે તેને કોઈ પણ નામ કે સ્વરૂપ આપી દેવામાં.

મદનીએ કહ્યું હતું કે, કોર્ટના ચૂકાદાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, મસ્જિદનું નિર્માણ કોઈ પણ મંદિરને તોડીને નહતુ કરવામાં આવ્યું અને ન તો કોઈ મંદિરની જગ્યા પર. મુસલમાનો પર મંદિર તોડીને અથવા તો મંદિરની જગ્યા પર મસ્જિદ બનાવવાના આરોપ લાગતા રહે છે પણ હવે કોર્ટની એ વાતથી મુસલમાનોના દામન પર લાગેલા આ દાગ ધોવાઈ ગયો છે.  મહત્વનું છે કે, આ નિર્ણયની સમીક્ષા માટે એક પેનલ બનાવવામાં આવી છે જે વકીલો અને શિક્ષાવિદોના તથ્યો અને પ્રમાણોના આધાર પર નિષ્કર્ષ કાઢશે કે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]