નવી દિલ્હીઃ ટ્વિટરે મોટી કાર્યવાહી કરતાં પાકિસ્તાન સરકારના અકાઉન્ટને ભારતમાં બ્લોક કરી દીધું છે. ટ્વિટર પર જારી નોટિસ મુજબ કાનૂની માગ પાકિસ્તાન સરકારના અકાઉન્ટને અટકાવવામાં આવ્યું છે. ટ્વિટરની ગાઇડલાઇન મુજબ કાયદેસરની કાનૂની માગ, જેમ કે કોર્ટના આદેશ અથવા સરકારની માગ પર અકાઉન્ટને બ્લોક કરવું પડ્યું છે.
રોઇટર્સના રિપોર્ટ મુજબ અન્ય દેશો- અમેરિકા, કેનેડા વગેરે જગ્યાએ પાકિસ્તાન સરકારનું ટ્વિટર અકાઉન્ટ ચાલુ છે. જોકે અત્યાર સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના માહિતી ટેક્નિકલ મંત્રીઓ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પાકિસ્તાન સરકારના ટ્વિટર અકાઉન્ટ ખોલવા પર ત્યાં લખેલું છે કે ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર અકાઉન્ટ ભારતમાં એક કાનૂની માગના જવાબમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે પાકિસ્તાનના ટ્વિટર અકાઉન્ટ પર ભારતમાં જોવા પર ત્રીજી વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલાં જુલાઈ, 2022માં પાકિસ્તાન સરકારના ટ્વિટર અકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જૂનમાં ટ્વિટર ઇન્ડિયાએ સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઇરાન અને મિસ્રમાં પાકિસ્તાની એમ્બેસીના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ભારતવિરોધી ખોટી માહિતી ફેલાવવા બદલ પ્રટિબંધ મૂકવામાં આવ્યો હતો.