ભારતનો જડબાતોડ જવાબઃ પાકિસ્તાનના 7 સૈનિક ઠાર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર ભારત તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર યુદ્ધવિરામની શરતનું ઉલ્લંઘન કરવાનું પાકિસ્તાનને બહુ ભારે પડી ગયું છે. ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબવાળા ગોળીબારમાં એના સાત સૈનિક ઠાર મરાયા છે. ભારતીય લશ્કરે દુશ્મનોના અનેક થાણા, ટેરર લોન્ચ પેડ્સ અને બળતણ/દારૂગોળાની વખારનો નાશ કરી નાખ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન અને પાકિસ્તાને કરેલા હુમલામાં ભારતે પણ ત્રણ સૈનિકને ગુમાવ્યા છે. પાકિસ્તાન લશ્કરનો બદઈરાદો એના ટેરર લોન્ચ પેડ્સ મારફત ભારતમાં ત્રાસવાદીઓને ઘૂસાડવાનો હતો. ભારતના વળતા હુમલામાં પાકિસ્તાને બે એસએસજી કમાન્ડોને ગુમાવ્યા છે અને એના 10-12 સૈનિકો ઘાયલ પણ થયા છે.

ભારતીય લશ્કરે અંકુશ રેખાથી 200 કિ.મી. પાર પાકિસ્તાન લશ્કરે ઊભા કરેલા લોન્ચ પેડ્સ, સૈન્ય બંકર્સ અને ફ્યુઅલ વખાર પર જોરદાર તોપમારો કરીને એ બધાયનો નાશ કરી નાખ્યો છે. ભારતીય સેનાએ તેની આ કાર્યવાહીના વિડિયો પણ રિલીઝ કર્યા છે.