નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકસભામાં જાણકારી આપી છે કે દેશભરમાં કુલ 13 લાખ 34 હજાર ઈલેક્ટ્રિક વાહનો વપરાશમાં છે.
હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતાના પ્રધાન ક્રિશન પાલ ગુર્જરે એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે, ભારતમાં નોન-ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા 27 કરોડ 81 લાખ છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર પગલાં લઈ રહી છે.
