કેજરીવાલ, ખટ્ટર અને શિવરાજ સિંહ વચ્ચે ઓનલાઇન ‘વોર’

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે. બીજી તરફ ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓનું સોશિયલ મિડિયા પર વોર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મનોહરલાલ ખટ્ટર પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સથી એકમેકની પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનોની વચ્ચેનું કારણે વડીલોથી જોડાયેલી ‘તીર્થ દર્શન યોજના’ છે. આ મુદ્દે વાદવિવાદ થયો છે અને શિવરાજ સિંહ ચૌહાણે તો કેજરીવાલને ખોટું બોલવા સુધ્ધાં આરોપ લગાવી દીધો છે.

દિલ્હીના CM કેજરીવાલે પાંચ ક્ટોબરે હરિયાણાના CMની એક પોસ્ટ રિટ્વીટ કરતાં લખ્યું હતું કે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના દેશમાં અત્યાર સુધી માત્ર દિલ્હીમા જ ચાલી રહી હતી. સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટીની સરકારે ચલાવી હતી. આ યોજના હેઠળ અમે દિલ્હીના 75,000થી વધુ વયોવૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ચૂક્યા છીએ. અમને આનંદ છે કે અમારી સરકાર પાસેથી શીખીને ભાજપની સરકાર કામ કરવાના પ્રયાસ કરી રહી છે.

હરિયાણાના CMએ લખ્યું હતું કે સરકાર 60 વર્ષથી વધુ વયના લોકો માટે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના બનાવી છે. લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવવો જોઈએ.

ખટ્ટરની પોસ્ટ પર કેજરીવાલની કોમેન્ટ આવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ જંગમાં કૂદ્યા હતા. તેમણે કેજરીવાની પોસ્ટને રિશેર કરતાં લખ્યું હતું કે અરવિંદજી જૂઠને શીશમહેલથી બહાર કાઢો અને આંખો ખોલીને જુઓ. તેમણે વધુમાં લખ્યું હતું કે જ્યારે ‘આપ’નું અસ્તિત્વ પણ નહોતું, ત્યારથી મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર વડીલોને તીર્થ દર્શન કરાવી રહી છે. ભાજપે 2012માં મુખ્ય મંત્રી તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી અને હવે તો અમે ફ્લાઇટ્સથી યાત્રા કરાવી રહ્યા છીએ.