‘ઓમિક્રોનને સામાન્ય શરદી તરીકે ગણશો નહીં’

નવી દિલ્હીઃ નીતિ આયોગના આરોગ્ય વિભાગના સભ્ય ડો. વી.કે. પૌલે કહ્યું છે કે કોરોનાવાઈરસનો ઓમિક્રોન વેરિઅન્ટ કોમન કોલ્ડ (સામાન્ય શરદી) વ્યાધિ નથી. એનો ફેલાવો ઘટાડવો આપણી જવાબદારી બને છે. હું દરેક જણને વિનંતી કરું છું કે તેઓ રસી લઈ લે. કોરોના બીમારીનો સામનો કરવામાં આ આપણો મહત્ત્વનો આધાર છે.

ડો. પૌલે વધુમાં ચેતવણી આપી છે કે કોરોનાવાઈરસ બીમારીનો સામનો કરવામાં દવાઓનો વધુપડતો ઉપયોગ કરવો નહીં કે દુરુપયોગ પણ કરવો નહીં. એમાં આપણે વ્યવહારુ અભિગમ રાખવો જોઈએ. તમે ઘરેલુ ઉપચારમાં હુંફાળું પાણી પીઓ, પાણીના કોગળા કરો.