નવી દિલ્હીઃ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે I.N.D.I.A. એલાયન્સના સંયોજક બનવાથી ઇનકાર કરી દીધો છે. I.N.D.I.A. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં તેમને સંયોજક બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવેયો હતો. એને તેમણે ઠકરાવી દીધો હતો.લોકસભા ચૂંટણી માં ભાજપની વિરુદ્ધ બનેલા 28 પક્ષોના ગઠબંધનની શનિવારે મહત્ત્વની બેઠક થઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, NCP ચીફ શરદ પવાર, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના નેતા સીતારામ યેચુરી, તામિલનાડુના CM અને DMKના ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતા સામેલ થયા હતા. આ બઠકમાં પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ચીફ ઉદ્ધવ ઠાકરે સામેલ નહોતા થયા. આ બેઠકમાં સીટ વહેંચણીના સંયોજક બનાવવા સહિત તમામ મુદ્દાઓ પર વાતચીતમાં I.N.D.I.A. ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓએ આ મુદ્દાઓ પર વાતચીત પણ કરી હતી. એ દરમ્યાન નીતીશકુમારે સંયોજક બનવાથી ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાંથી જ કોઈને સંયોજક બનાવવામાં આવે.
પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ આ બેઠકમાં સામેલ નહોતાં થયાં. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમને આ બેઠકની માહિતી મોડેથી મળી હતી અને એમના પહેલેથી વિવિધ કાર્યક્રમો હતા. આમ હવે નીતીશકુમારે સંયોજક પદનો ઇનકાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેને ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બનાવવામાં આવે એવી શક્યતા છે.