સ્થાનિક સ્તરે નવા લોકડાઉનની જરૂર નથીઃ સમિતિ

નવી દિલ્હીઃ કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે જિલ્લા અથવા રાજ્ય સ્તરે કોઈ નવા લોકડાઉનની લાગુ કરવાની જરૂર નથી. જો બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો આગામી વર્ષના પ્રારંભમાં ફેબ્રુઆરીના અંત સુધી કમસે કમ સક્રિય કોરોના સંક્રમણ અને રોગચાળાને નિયંત્રિત કરી શકાય તો કોઈ લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, એમ સરકાર દ્વારા નિયુક્ત થયેલી IIT હૈદરાબાદના પ્રોફેસરની એમ. વિદ્યાસાગરની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિએ જણાવ્યું હતું.

10 સભ્યોની સમિતિ કે જેણે દેશમાં ‘કોવિડ-19ની પ્રગતિઃ પ્રોગ્નોસિસ એન્ડ લોકડાઉન ઇમ્પેક્સ’ પર એક અભ્યાસ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉન લાગુ કરવામાં ના આવ્યું હોત તો આવતા જૂન સુધીમાં  કોરોનાના 1.40 કરોડથી વધુ કેસ નોંધાયા હોત. સમિતિએ કોવિડ-19ની પ્રગતિ માટે એક મેથેમેટિકલ મોડલ વિકસિત કર્યું છે, જે રાષ્ટ્રીય સ્તરે સુપર મોડલ વિવિધ માપદંડો પર આધારિત છે, જેમાં લોકડાઉનનો સમયગાળો, વૈકલ્પિક લોકડાઉનનો સિનારિયો, પ્રવાસી શ્રમિકો તેમના ઘરે પરત ફર્યા અને રોગચાળાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા પ્રોટોકોલનું પાલન ના કરવાથી પડેલી અસરોનો સમાવેશ થાય છે.

જો સૌ દેશવાસીઓ આ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ તો આગામી વર્ષના પ્રારંભે ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના સક્રિય કેસો પર પણ કાબૂ મેળવી શકાશે. જોકે અમે અત્યાર સુધી આ રોગચાળો સીઝનમાં (ખાસ કરીને શિયાળામાં વધુ સક્રિય થાય છે) અને ભવિષ્યમાં કેટલો પ્રસરશે એ વિશે નથી જાણતા. એટલે વ્યક્તિગત સુરક્ષા પ્રોટોકોલને સંપૂર્ણ રીતે જારી રાખવાની આવશ્યકતા છે, જો લોકો પૂરતી સાવચેતી નહીં રાખે તો કોરોના કેસોમાં ઝડપી ઉછાળો આવશે.જ્યાં સુધી આરોગ્ય સુવિધાઓ માટે મોટું જોખમ નથી, ત્યાં સુધી જિલ્લા અને રાજ્ય સ્તરે લોકડાઉન  લાગુ કરવાની જરૂર નથી, એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું.

વૈજ્ઞાનિકો સિવાય IIT અને IIScના પ્રોફેસરો સહિત સમિતિએ કહ્યું હતું કે આગામી દિવાળીનો તહેવાર અને શિયાળામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતા છે, પરંતુ જો પૂરતા સુરક્ષા માપદંડોનું ધ્યાનમાં રાખવામાં આવે તો બધી કામગીરી ચાલુ રાખી શકાય છે. જોકે  પ્રારંભિક લોકડાઉનને લાગુ કરવાથી ભવિષ્યમાં કોરોના કેસમાં ઘટાડો કરી શકાયો છે અને સિસ્ટમ પર લોડને પણ ઓછો કરી શકાયો છે.