નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રનો પ્રવાસીઓ અને શરણાર્થીઓને લઈને આવેલો ‘માઇગ્રેશન અહેવાલ 2020’ બહુ ખાસ છે. આ અહેવાલ સંયુક્ત રાષ્ટ્રની સહયોગી સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓન માઇગ્રેશને તૈયાર કર્યો છે. આ અહેવાલ મુજબ વિશ્વમાં આશરે 27 કરોડ પ્રવાસીઓ છે, જેમાંથી સૌથી વધુ ભારતીય છે. એકલા ભારતના 17 કરોડથી વધુ પ્રવાસીઓ વિશ્વના વિવિધ દેશોમાં રહી રહ્યા છે. એની સાથે બીજા નંબરે મેક્સિકોના નાગરિકો છે, જેમની સંખ્યા આશરે 12 કરોડ છે. ત્રીજા ક્રમાંકે વિવિધ દેશો ચીની નાગરિકો રહી રહ્યા છે, જેમની સંખ્યા 11 કરોડથી થોડી ઓછી છે. અહેવાલ મુજબ 14 કરોડ પ્રવાસી યુરોપ અને ઉત્તરીય અમેરિકામાં રહી રહ્યા છે.
વિશ્વની કુલ વસતિના 3.5 ટકા પ્રવાસીઓ
UNના અહેવાલ મુજબ વિશ્વની પૂરી વસતિના આશરે 3.5 ટકા લોકો પ્રવાસીઓ તરીકે વિવિધ દેશોમાં રહી રહ્યા છે. આ વસતિમાં 52 ટકા લોકો પુરુષ અને 48 ટકા મહિલાઓ છે. આશરે 74 ટકા 20-64 વર્ષની વયના છે, જે એક વર્કિંગ એજ હોય છે.
આનો સીધો અર્થ એ છે કે વધુમાં વધુ લોકો કામકાજની તલાશમાં પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં રહી રહ્યા છે. અહેવાલ કહે છે કે વિશ્વની કુલ વસતિના 3.5 ટકા વસતિ પ્રવાસી તરીકે રહે છે.
આ અહેવાલ કહે છે આવનારાં 30 વર્ષોમાં આ સંખ્યામાં ઘટાડો થશે અને એ માત્ર 23 કરોડ રહી જશે.
વિકાસશીલથી વિકસિત દેશ તરફ
મોટા ભાગના પ્રવાસીઓ વિકાસશીલ દેશોથી સંબંધ ધરાવે છે અને તેઓ વધુ આવકવાળા દેશોમાં સ્થળાંતર કરે છે. જેમાં અમેરિકા સૌથી વધુ લોકોને પસંદ દેશ છે. આ સિવાય ફ્રાંસ, રશિયા, યુએઈ, સાઉદી અરેબિયા પણ લોકોને પસંદ છે.
અમેરિકા જવામાં ઘટાડો
અહેવાલમાં એક રસપ્રદ બાબત આવી છે કે વર્ષ 2013-2017 દરમ્યાન અમેરિકા જતા લોકોમાં આશરે એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની તુલનામાં ઓછી આવક ધરાવતા દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં આશરે બે ગણો વધારો થયો છે.
વિદેશોથી રેમિટન્સ મોકલવામાં ભારતીયો અવ્વલ
વિદેશોથી રેમિટન્સ (ધન) મોકલવામાં ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018 દરમ્યાન ભારતીયો દ્વારા મોકલવામાં આવેલું ફંડ આશરે 78.6 ખર્વ ડોલર છે. જ્યારે બીજા ક્રમે ચીન છે, જેના નાગરિકોએ 67.4 ખર્વડોલર મોકલ્યા હતા અને ત્રીજા ક્રમે મેક્સિકો- જેણે 35.7 ખર્વ ડોલર સ્વદેશ મોકલ્યા હતા.
વિવિધ સમસ્યાઓને લીધે શરણાર્થીઓની સંખ્યામાં વધારો
વર્ષ, 2018માં વિશ્વમાં આશરે અઢી કરોડ શરણાર્થીઓ હતા. આ એ શરણાર્થી છે, જે UNHCR અને UNRWA હેઠળ રહે છે. આમાં શરણાર્થીઓમાં સૌથી વધુ 52 ટકા લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. આ લોકોએ પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જવાના કારણો ખાસ કરીને હિંસા, હુમલા અને ગૃહયુદ્ધ છે.
અહેવાલ મુજબ ગૃહયુદ્ધને કારણે ઘર છોડવાવાળાઓની સંખ્યા ચાર કરોડને પાર હતી, જે 1998 પછી સૌથી વધુ છે. જેમાં સિરિયામાં સૌથી વધુ છે.
રાજ્યવિહીન લોકોમાં બંગલાદેશ ટોચ પર
2018માં રાજ્યવિહીન લોકોની સંખ્યા પણ ચાર કરોડની આસપાસ પહોંચી ચૂકી છે. જેમાં બંગલાદેશના સૌથી વધુ આશરે નવ લાખ છે. ત્યાર બાદ કોટ ધઆઇવોરેના આશરે સાત લાખ લોકો અને એ પછી મ્યાનમારના છ લાખ 20 હજાર લોકો સામેલ છે, એમ અહેવાલ કહે છે.