મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ પોલીસ સુપરિટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહને સર્વિસમાંથી હટાવી લીધા છે. તે બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્યોની સંડોવણીમાં મુંબઈમાં 2021 ક્રૂઝ ડ્રગ્સ દરોડા કરનારી ટીમનો ભાગ હતા. અધિકારીને એક અસંબંધિત મામલામાં એજન્સીમાં દૂર કરી દેવામાં આવ્યા છે, ના કે આર્યન ખાનથી સંકળાયેલી તપાસના ભાગરૂપે.
સત્તાવાર સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી હતી કે વિશ્વ વિજય સિંહને ગયા વર્ષે એપ્રિલથી પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે NCB દ્વારા તેમના આચરણ સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે. એમાં કહેવામાં આવ્યું હતું કે તેમના આચરણ સંબંધિત તપાસ હાલમાં પૂરી કરવામાં આવી હતી, જે પછી તેમને સર્વિસમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. NCBના ડિરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાને રિપોર્ટની પુષ્ટિ કરી હતી, પરંતુ સિંહે ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલો ગૃહ મંત્રાલયની પાસે છે.
NCBની મુંબઈ ટીમની સામે આરોપો પછી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પણ સામેલ હતા. કોર્ડેલિયા દરોડામાં એક અલગ સતર્કતા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે નવેમ્બર, 2021માં પૂરી થઈ હતી. જેને પરિણામે સાત અધિકારીઓની સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે તપાસમાં શું સામે આવ્યું છે, એ જાહેર કરવામાં નથી આવ્યું.બીજી ઓક્ટોબર, 2021એ આર્યન ખાન અને કેટલાક અન્ય લોકોએ NCB દ્વારા ડ્રગ રાખવા, એનિં સેવન કરવા ને દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જે મુંબઈના આંતરરાષ્ટ્રીય ક્ઝ ટર્મિનલ કોર્ડેલિયા ક્રૂઝ શિપમાં મારવામાં આવેલા દરોડાથી જોડાયેલો હતો.