દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં IIT મદ્રાસ ટોચ પર, 7મી JNU

નવી દિલ્હી- ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય (HRD)એ દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગ યાદી જાહેર કરી છે. જેમાં ટોચની 10 સંસ્થાઓમાં 7 IITને સ્થાન મળ્યું છે. આ યાદીમાં પ્રથમ સ્થાન આઈઆઈટી મદ્રાસને મળ્યું છે.

એચઆરડી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ બીજા સ્થાને અને આઈઆઈટી દિલ્હી ત્રીજા સ્થાન પર રહી છે. આ લિસ્ટમાં ટોપ 10માં મોટાભાગે આઈઆઈટી એ કબ્જો જમાવ્યો છે. આઈઆઈટીને દેશની શિક્ષણ સંસ્થાઓમાં મહત્વનું સ્થાન પર છે. સેન્ટ સ્ટીફન કોલેજ ચોથા ક્રમ પર રહી છે.

JNU

આ યાદીમાં જવાહર લાલ નેહરુ (જેએનયૂ)ને સાતમું સ્થાન મળ્યું છે, જ્યારે બનારસ હિંદૂ યુનિવર્સિટી દસમાં સ્થાન પર છે. દિલ્હી વિશ્વવિદ્યાલય (ડીયૂ)ના મિરાંડા હાઉસને દેશી તમામ કોલેજોમાંથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે. મહત્વનું છે કે, માનવ સંસાધન મંત્રાલય વર્ષ 2016થી નેશનલ ઈન્સ્ટીટ્યૂટોને રેન્કિંગ જાહેર કરી રહ્યું છે.