બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટમાં લગભગ 600 વર્ષ જૂના મંદિરમાં સ્થાપિત ભગવાન રામ,સીતા અને લક્ષ્મણની પ્રતિમાઓ માટે મુસ્લિમ પરિવાર પેઢીઓથી વસ્ત્ર તૈયાર કરી રહ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં સાત દિવસ સુધી મેળો ભરાઈ છે. મંગળવારની રાતે દેશી ઘીના 108 દીપ પ્રગટાવવાની સાથે જ કાર્તિક પૂર્ણિમા પર્વનો આરંભ થાય છે. પરંપરાનુસાર મંગળવારની વહેલી સવારથી જ પકવાન બનાવીને ભગવાન રામને ભોગ ધરવામાં આવે છે.
વર્તમાનમાં ભગવાન રામના વસ્ત્ર આશિક અલી તૈયાર કરી રહ્યા છે. આશિક અલીએ જણાવ્યું કે, અગાઉ તેમના દાદ હબીબ શાહ ભગવાન રામના કપડા તૈયાર કરતા હતા. તેમના નિધન પછીથી આ જવાબદારી તેમના પિતા અહમદ અલીએ ઉઠાવી હતી. તેમણે 60 વર્ષો સુધી વસ્ત્ર તૈયાર કર્યા અને આશિક અલી પોતે લગભગ 34 વર્ષોથી વસ્ત્ર બનાવી રહ્યા છે. કપડા બનાવવાનો ખર્ચ પણ તે જાતે જ ભોગવે છે.
મંદિરના પૂજારી રવિશંકર દાસ વૈષ્ણવ જણાવે છે કે, ચંદન નદીમાં ભગવાન શ્રીરામના વનવાસી વેશભૂષા વાળી પ્રતિમા મળી હતી. જેને લીમડાના ઝાડ નીચે રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ નદીના કિનારા પર લગભગ 600 વર્ષ પહેલા મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા જિલ્લાના તત્કાલિન રાજા મરાઠા ભોસલેએ મંદિરનું એક કિલ્લાના રૂપમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં એવા જરુખા બનાવવામાં આવ્યા છે જેમાંથી સૂર્યોદય દરમ્યાન પ્રથમ કિરણ ભગવાન રામના ચરણોમાં સીધુ પડે છે. ભારતના પ્રાચિન ઈતિહાસમાં આ મંદિરના નિર્માણનો ઉલ્લેખ છે. 1877માં તત્કાલિન તહસીલદાર શિવરાજ સિંહ ચૌહાણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
ભગવાન રામ,સીતા અને લક્ષ્મણની તસવીરો વનવાસના સમયનું જીવંત અનુભવ કરાવે છે. વનવાસ દરમ્યાન રહેણીકરણી, ઋષિ આશ્રમનું જીવન અને શબરીને દર્શન આપવા સંબંધિત દ્રશ્ય લોભામણા લાગે છે. આ તસવીરો જાતે જ શ્રદ્ધાંળુઓને પોતોના તરફ આકર્ષે છે. અહીં દર વર્ષે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તિસગઢ સહિત અન્ય રાજ્યોના શ્રદ્ધાળુંઓ આવે છે.