બેંગલુરૂઃ સાંજ પડી નથી કે બદમાશોને ભૂત વળગ્યું નથી…..

બેંગ્લોરઃ બેંગલુરૂના યશવંતપુર રોડ પર શરીફનગરમાં રોડ પર રાત થતા જ કેટલાક અસામાજીક અને શરારતી તત્વો ભૂત બનીને રસ્તા પર ચાલતા લોકોને ડરાવી રહ્યા હતા. ભૂત બનીને પ્રેંક કરનારા 7 યૂટ્યૂબર્સને બેંગ્લોર પોલીસે પકડી લીધા છે. આ લોકોની ઉંમર 20-27 વર્ષની છે. આ લોકો ભૂતોની જેમ બીહામણા કપડા પહેરીને મેકઅપ કરીને રાત્રીના અંધારામાં રોડ પર જતા લોકોને ડરાવતા હતા. બેંગલુરૂ નોર્થ ડીસીપી એસ કુમારે કહ્યું કે યુવક જબરદસ્તી રોડ પર જતા લોકોને રોકી રહ્યા હતા અને તેમને ડરાવી રહ્યા હતા. આ લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને જામીન આપવામાં આવ્યા છે.ઘટનાના વીડિયોમાં એક યુવક સફેદ કપડા અને લાંબા વાળ જેવો વેશ ધારણ કરીને રાત્રીના સમયે ઓટો, બાઈક વાળાઓને ડરાવતા નજરે પડ્યા હતા. લોકોની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડ કરી હતી.

ડીસીપી નોર્થ શશિકુમારે કહ્યું કે, ઓટો ડ્રાઈવરે પોતાની ફરિયાદમાં રોડ પર ભૂત હોવાની વાત કહી હતી. યુવકો પ્રેંક કરી રહ્યા છે તેવી ફરિયા પહેલા પણ આવી હતી. છેલ્લા થોડા દિવસના સીસીટીવી ફૂટેજ જોયા બાદ તમામની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો પાસેની ઝુપડપટ્ટી વિસ્તારમાં જ રહે છે અને આ લોકો પોતે મઝા કરવા માટે લોકોને ડરાવતા હતા.

મહત્વનું છે કે અત્યારે ભારતમાં પ્રેંકનું ચલણ વધી ગયું છે. લોકો મજાક અને યૂટ્યૂબ પર હિટ્સ મેળવવાના ચક્કરમાં ઘણીવાર પોતાની હદ પાર કરી જાય છે. ભૂતોની જેમ ડ્રેસઅપ કરીને લોકોને ડરાવનારા પ્રેંક સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડમાં રહે છે. ઘણીવાર આ લોકોના લાખો અને કરોડોમાં વ્યૂઝ હોય છે.