ગુરુ નાનક જયંતીઃ આ વિચારો અપનાવો તો જીવન બદલાઈ જશે

નવી દિલ્હીઃ આજે ગુરુ નાનક જયંતી છે. આખા દેશમાં ગુરુ નાનક જયંતી પ્રેમ અને ઉત્સાહથી મનાવવામાં આવી રહી છે. ગુરુ નાનક દેવજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના રોજ થયો હતો. નાનક દેવજીએ સમાજને જાગૃત કરવા માટે ખૂબ યાત્રાઓ કરી. તેમણે હરિદ્વાર, અયોધ્યા, પ્રયાગ, કાશી, ગયા, પટણા, અસમ, બિકાનેર, પુષ્કર તીર્થ, દિલ્હી, પાણીપત, કુરુક્ષેત્ર, જગન્નાથપુરી, રામેશ્વરમ, સોમનાથ, દ્વારકા, નર્મદા તટ, મુલ્તાન, લાહોર સહિતના સ્થાનોનું ભ્રમણ કર્યું. ગુરુ નાનકનું કહેવું હતું કે ભગવાન એક છે, પરંતુ તેમના રુપ ઘણા છે. તેઓ તમામ વસ્તુઓના નિર્માણકર્તા છે અને તેઓ ખુદ મનુષ્યનું રુપ લે છે. ગુગુ નાનકના વિચારોએ લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજના સમયમાં પણ નાનક દેવજીના વિચારોને અપનાવીને લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આવો જાણીએ ગુરુ નાનકજીના વિચારો વિશે. 

  1. પ્રભુ માટે ખુશીઓના ગીત ગાઓ, પ્રભુના નામની સેવા કરો, અને તેમના સેવકોના સેવક બની જાઓ.
  2. તેની ચમકથી બધુ જ પ્રકાશમાન છે.
  3. દુનિયામાં કોઈપણ વ્યક્તિને ભ્રમમાં ન રહેવું જોઈએ. ગુરુ વગર કોઈપણ કિનારા સુધી ન પહોંચી શકે.
  4. ભગવાન એક છે, પરંતુ તેમના સ્વરુપો ઘણા છે. તેઓ તમામના નિર્માણકર્તા છે અને તેઓ પોતે મનુષ્યનું રુપ લે છે.
  5. માત્ર અને માત્ર એ જ બોલો જે શબ્દો આપને સન્માનિત કરે છે.
  6. આખી દુનિયા કઠણાઈઓમાં છે. જેને પોતાની જાત પર વિશ્વાસ છે તે જ જીતે છે.
  7. એ લોકો કે જેમની પાસે પ્રેમ છે, તેઓ એ લોકો પૈકી છે જેમણે ભગવાનને શોધી લીધા છે.
  8. જેને પોતાના પર વિશ્વાસ નથી તેઓ ક્યારેય ભગવાન પર વિશ્વાસ જ ન કરી શકે.
  9. ક્યારેય પણ કોઈનો હક્ક ન છીનવી લેવો જોઈએ.
  10. જગતના કર્તા (ભગવાન) બધી જગ્યાએ અને તમામ પ્રાણી માત્રમાં ઉપસ્થિત છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]