મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં એકવાર ફરીથી મોટો ટર્ન આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની અટકળો વહેતી થઈ છે. અજીત પવારનું રાજીનામું ભાજપ માટે એક મોટો આંચકો છે.
અજીત પવારના રાજીનામાના થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મહારાષ્ટ્રને લઈને એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ અજિત પવાર મનાવવા માટે એક ગુપ્ત સ્થાન પર મીટિંગ રાખી હતી. તેમને મનાવવા માટે એનસીપીના સીનીનિયર નેતા છગન ભુજબળ, પ્રફૂલ્લ પટેલ, દિલીપ વલસે પાટીલ અને સુનીલ તટકરે ગયા હતા. આ બેઠકમાં અજિત પવારના સભ્યો પણ સામેલ હતા.