મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બંગાળમાં બુલંદઃ શાહ

હુગલીઃ પશ્ચિમ બંગાળના હુગલીમાં ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી અને CM મમતા બેનરજીને આડે હાથ લીધા હતા. પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાનું સૂત્ર બુલંદ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના અધ્ય ફારુક અબદુલ્લા અમને ડરાવે છે કે POKની વાત નહીં કરો, કેમ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, પણ હું તેમને કહેવા ઇચ્છું છું કે તમે લોકો ડરો, અમે POK લઈને રહીશું, એમ શાહે કહ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતાએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં ગયા, કેમ કે તેમને મત બેન્કના રાજકારણનો ડર હતો. મમતા દીદી અને કોંગ્રેસ 370 દૂર કરવાનો વિરોધ કરે છે. તેઓ કહે છે લોહીની નદીઓ વહેશે. આ વડા પ્રધાન મોદીની સરકાર પાંચ વર્ષ થઈ ગયાં લોહીની નદીઓ તો દૂર કોઈનામાં પથ્થર મારવાની પણ હિંમત નથી.કાશ્મીરમાં પહેલાં અહીં પથ્થરબાજી થઈ હતી, હવે ત્યાં પથ્થરબાજી થાય છે. 2.11 કરોડ પ્રવાસીઓ કાશ્મીર જઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને POKમાં ઘઉંના લોટે રેકોર્ડ બનાવ્યો છે.

પશ્ચિમ બંગાળનાં CM પર હુમલો કરતાં શાહે કહ્યું હતું કે મમતા દીદી હિન્દુ, બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે. પણ બંગલાદેશી ઘૂસણખોરોને નાગરિકતા જરૂર આપશે. હું વચન આપ્યું છે કે આ બધા લોકોને નાગરિકતા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

મા, માટી અને માનુષનુ સૂત્ર લગાવીને દીદી પર સત્તામાં આવ્યાં હતાં અને હવે મુલ્લા, મદરેસા અને માફાયનું સૂત્ર બંગાળમાં બુલંદ છે. ઇમામને પગાર બંગાળની તિજોરીમાંથી ચૂકવવો જોઈએ શું? જ્યારે હાઇકોર્ટે ના પાડી, ત્યારે મમતા દીદીએ વકફ બોર્ડથી આપ્યો હતો.