ટોક્યોઃ જાપાનથી મકર સંક્રાંતિ પર્વ પર સૂર્ય નમસ્કાર સૌથી પહેલાં શરૂ થશે અને પછી એ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ સવારે સાત કલાકથી શરૂ થશે. વિશ્વમાં એક કરોડથી વધુ લોકો આ ચળવળમાં સામેલ થશે. કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર માટે નોંધણી કરાવવી રહ્યા છે. આ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર દ્વારા આઠ આસાન થાય છે, જેમાં એક-એક આસાન શ્વાસ લેવાની સાથે થાય છે. એ યૌગિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક તરીકે ડિઝાઇન પૂરો પ્રોગ્રામ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અત્યાર સુધી રૂ. 30થી 40 લાખનું રજિસ્ટ્રેશન થયું છે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ સમારોહ હેઠળ આયુષ મંત્રાલય આગામી 14 જાન્યુઆરએ વૈશ્વિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આયુષપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે હાલમાં કોરોનાના કેસોમાં વધારાને જોતાં મકર સંક્રાંતિ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ વધુ પ્રાસંગિક છે.