નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,771 નવા કેસ સામે આવ્યા છે અને 442 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોવિડ-19ના 18,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,48,315 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 18,655 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,94,227 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,35,433એ પહોંચી છે. રિકવરી રેટ 60.80 ટકાએ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 2,42,383 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાયો
દેશમાં ત્રીજી જુલાઈ સુધી 95,40,132 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે ગઈ કાલે 2,42,383 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું.
વિશ્વમાં કોરોનાથી 1.10 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,29,127 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,119,1,81એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.