ભારતમાં બેન્કોની અઢળક લોન ડૂબવાનું જોખમઃ ‘મૂડીઝ’નું અનુમાન

નવી દિલ્હીઃ વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું સોવેરિન રેટિંગ ઘટાડ્યા પછી ગઈ કાલે કહ્યું હતું કે રિટેલ તથા સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (SME)ને આપવામાં આવેલી બેન્ક લોન ડૂબવાનું જોખમ વધી ગયું છે. દેશનું સોવરિન રેટિંગ ઘટાડ્યાનાં કારણોની છણાવટ કરતાં કહ્યું હતું કે ભારતની આર્થિક વ્યવસ્થા માટે જોખમ સતત વધી રહ્યું છે.

કેટલાંક ક્ષેત્રો પહેલેથી જ કટોકટીગ્રસ્ત

કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો એની પહેલાંથી કેટલાંક ક્ષેત્રો કટોકટીગ્રસ્ત હતાં. NBFCની વાત કરીએ તો આવનારા દિવસોમાં એસેટ્સ અને લાયાબિલિટી-બંને પર પ્રતિકૂળ અસર થશે અને એ બેન્ક લોનના લગભગ 10-15 ટકા થશે.

રિટેલ તથા SME લોનની ગુણવત્તા ખરાબ

ખાનગી વીજ કંપનીઓની પાસે કુલ બેન્ક લોનના 8-10 ટકા લોન છે. ઓટો વેલ્યુ ચેઇનમાં સૌથી વધુ લોન ખાનગી ક્ષેત્રને બેન્કોએ આપી છે. મૂડીઝે કહેવું છે કે હવે રિટેલ તથા SME બેન્ક લોનની ગુણવત્તા ખરાબ થશે, જે કુલ લોનના 44 ટકા છે.  

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનું કહેવું છે કે ઓછો વિકાસ દર, નબળી રાજકોષીય સ્થિતિ અને નાણાકીય ક્ષેત્રમાં વધતા ટેન્શનથી પોલિસીમેકિંગ ઇન્સ્ટિટ્યુશંન્સના પડકારો વધી રહ્યા છે.

રેટિંગ એજન્સીએ કહ્યું છે કે 80 ટકાથી વધુ રેટેડ બિન નાણાકીય કંપનીઓનું આઉટલૂક નકારાત્મક છે અથવા તેમના રેટિંગ ઘટવાનું જોખમ છે.