કેન્દ્રીય બજેટ કિસાનલક્ષી, વ્યાપાર લક્ષી, વિકાસલક્ષીઃ પીએમ મોદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં રજૂ કરેલા વર્ષ 2018-19 માટેના બજેટને વખાણ્યું છે.

મોદીએ કહ્યું કે આ બજેટ તૈયાર કરતી વખતે કૃષિથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તમામ સેક્ટર પર ધ્યાન આપવામાં આવ્યું છે.

આ બજેટ કિસાનલક્ષી, વ્યાપારલક્ષી અને વિકાસલક્ષી છે, એમ વડા પ્રધાને કહ્યું છે.

મોદીએ કહ્યું કે, આ બજેટ ભારતમાં બિઝનેસ કરવા માટે ઉચિત માહોલ પૂરું પાડનારું છે. ઈઝ ઓફ લિવિંગમાં સુધારો થશે.

બજેટથી દેશના વિકાસને ગતિ મળશે. બજેટ સામાન્ય લોકોનાં સપનાં સાકાર કરનારું છે.

વરિષ્ઠ નાગરિકોને ડિપોઝીટ્સ પર મળનાર 50 હજાર રૂપિયા સુધીનું વ્યાજ હવે ટેક્સ ફ્રી રહેશે. તેમજ 50 હજાર રૂપિયા સુધી હેલ્થ પ્રીમિયમ પર વરિષ્ઠ નાગરિકોને રાહત મળશે.

મોદીએ કહ્યું છે કે પગારદાર વર્ગને આપવામાં આવેલી ટેક્સ રાહત માટે હું નાણાં પ્રધાનનો આભારી છું. જેટલી તથા એમની ટીમે Ease Of Livingને ઉત્તેજન આપવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન.