નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિદેશયાત્રા પરથી પરત આવી જતાં જ આજે કેબિનેટ બેઠકનું આયોજન છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની આજે સાંજે બેઠક યોજાવાની છે. એક અનુમાન મુજબ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર માટે કેબિનેટ તરફથી વિશેષ પૅકેજની જાહેરાત થઈ શકે છે. મોદી કેબિનેટની આ બેઠક સાંજે 4 વાગ્યે મળવાની છે.
કેબિનેટ બેઠક બાદ પ્રધાનમંડળની પણ બેઠક થશે. બેઠકમાં સરકાર ચીનને નિકાસને લઈને પણ નિર્ણય લઈ શકે છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ માપદંડોમાં છૂટછાટ આપવાની શક્યતા છે. બેઠકમાં ડિજિટલ મીડિયા ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
સાથે સરકારમાં જરૂરી માળખાકિય સુવિધા ઊભી કરવા માટે કરોડો રૂપિયાના પૅકેજની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના અનુમાન મુજબ, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર માટે એક વિશેષ પૅકેજ પર કામ કરી રહી છે, જેમાં કરોડો રૂપિયાનું રોકાણ સામેલ છે.
તો ડિજિટલ મીડિયામાં એફડીઆઈની શરતોમાં કેટલીક ખાસ છૂટ આપવા અંગે પણ આ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
કેબિનેટ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓ…
સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIની શરતોમાં છૂટછાટ આપવા પર નિર્ણય લેવાઈ શકે છે ડિજિટલ મીડિયામાં FDIની શરતોમાં છૂટછાટ અંગે નિર્ણય લેવાઈ શકે છે કોલ ઇન્ડિયા અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં FDIની શરતોમાં છૂટછાટ આપી શકાય છે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા FDIને મંજૂરી આપવાનો નિર્ણય લેવાઈ શકે છે મેન્યુફેક્ચરિંગમાં હાલ 100 ટકા FDIની છૂટ છે પરંતુ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો ઉલ્લેખ નથી ડિજિટલ મીડિયામાં FDIને લઈને હજુ પણ પોલિસીમાં કોઈ ઉલ્લેખ નથી ડિજિટલ મીડિયામાં FDI પર સ્પષ્ટતા આવી શકે છે FDIવાળા સિંગલ બ્રાન્ડ સ્ટોરને પહેલાં ઓનલાઇન સ્ટોર ખોલવાની પણ છૂટ મળી શકે FDIવાળા સિંગલ બ્રાન્ડ રિટેલ સ્ટોર માટે ભારતથી સામાન ખરીદવાની શરતોમાં છૂટ મળી શકે છે કોમર્શિયલ કોલ માઇનિંગમાં 100 ટકા FDIની છૂટ મળી શકે છે હાલ માત્ર કેપ્ટિવ કોલ માઇનિંગમાં FDIની છૂટ છે. |