મેડિકલ ઈક્વિપમેન્ટ પ્રમોશન કાઉન્સિલની થશે રચનાઃ સુરેશ પ્રભુ

નવી દિલ્હીઃ ચિકિત્સા ઉપકરણ ક્ષેત્રને વેગ આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરેશ પ્રભુએ જાહેરાત કરતા જણાવ્યું છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય ચિકિત્સા ઉપકરણ સંવર્ધન પરિષદની નિમણૂક કરવામાં આવશે.

સુરેશપ્રભુએ વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ મેડટેક ઝોનમાં ચિકિત્સા ઉપકરણો પર આયોજિત ચોથા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં વૈશ્વિક મંચના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા તે સમયે તેમણે આ વાત કરી હતી. ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગ સ્વાસ્થ્ય સુવિધાને ઈકો-પ્રણાલી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને તે દેશના તમામ નાગરિકો માટે ઉત્કૃષ્ઠ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ છે. ભારતમાં આ ક્ષેત્રમાં અલગ અલગ ઉત્પાદનોનું નિર્માણ તેજીથી વધી રહ્યું છે.

રાષ્ટ્રીય ચિકિત્સા ઉપકરણ પરિષદનું નેતૃત્વ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગના સચિવ કરશે. આંધ્ર પ્રદેશના મેડટેક ઝોન પરિષદને ટેક્નિકલી સપોર્ટ આપશે. રાષ્ટ્રીય ચિકિત્સા ઉપકરણ સંવર્ધન પરિષદ ભારતના ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગને પ્રોત્સાહન અને વિકાસની સુવિધા આપશે. સમય સમય પર સેમિનાર અને વર્કશોપનું આયોજન કરશે. તો આ સીવાય એજન્સિઓ અને સંબંધિત વિભાગોને ટેક્નિકલ સપોર્ટ પુરો પાડશે. ચિકિત્સા ઉપકરણો માટે આંતરરાષ્ટ્રીય નિયમ અને માનકોના પ્રતિ ઉદ્યગોને જાગરુત કરવા તથા નીતિ અને પ્રક્રિયાઓ સંબંધિત સૂચન રાજ્ય સરકારને આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]