મેંગલુરુઃ દેશમાં સૌપ્રથમવાર એરર્પોર્ટ્સને કાર્બન ન્યૂટ્રલ બનાવવાની દિશામાં મેંગલુરુ એરપોર્ટે અનોખી પહેલ હાથ ધરી છે. મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટે (MIA) એ 2024 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના અને 2029 સુધીમાં નેટ ઝીરો થવાના પ્રયાસ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી સંચાલન શરૂ કર્યુ છે. મેંગલુરુ એરપોર્ટે દેશમાં સૌપ્રથમવાર ઇલેક્ટ્રિક SUV કાર્યરત કરી ઓપરેશન્સ શરૂ કર્યા છે.
નવા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUVs)નો ઉપયોગ એરપોર્ટ પર એન્જિનિયરિંગ મેન્ટેનન્સ અને લેન્ડ-સાઇડ ઓપરેશન્સ ટીમ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ પર ઇલેક્ટ્રિક SUVને કાર્યરત કરી ઈલેક્ટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઇલેક્ટ્રિક બસ અથવા SUV ખરીદવાની યોજના પણ તૈયાર કરી છે.
એરપોર્ટના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે “ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સ્ટેક હોલ્ડર્સ તેમજ અન્ય લોકોને પણ તેની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે”
ઇલેક્ટ્રિક વાહનોનોના ઉપયોગથી એરપોર્ટ પર થતું કાર્બન ઉત્સર્જન ઘટશે અને તે કાર્બનન્યૂટ્રલ બનવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થશે.#GatewayToGoodness હેઠળ માર્ચ 2025 સુધીમાં પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટેની આ પ્રસંશનીય પહેલ છે.
AAHL સંચાલિત એરપોર્ટ્સ પૈકી મેંગલુરુ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનાર દેશનું સૌ પ્રથમ એરપોર્ટ બની ગયું છે. AAHL હેઠળના દરેક એરપોર્ટ્સે ગ્રીન ઈનીશીએટીવ અંતર્ગત વિવિધ પહેલો કરી છે. જેમાં મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોની પસંદગી કરી છે.