આવતીકાલે ચંદ્રગ્રહણઃ જાણો, મહત્વ અને પ્રભાવ…

નવી દિલ્હીઃ આવતીકાલે એટલે કે 5 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ છે. આ વર્ષનું આ ત્રીજું ચંદ્રગ્રહણ છે. આવતીકાલે ગુરુપૂર્ણિમાં અને ચંદ્રગ્રહણ બંન્ને એક સાથે છે. અષાઢ માસની પૂર્ણિમાના રોજ ગુરુ પૂર્ણિમા આખા દેશમાં મનાવવામાં આવે છે. આ સતત ત્રીજું વર્ષ એવું છે કે જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે.(પ્રતીકાત્મક તસવીર)

એક મહિનાની અંદર આ ત્રીજું ચંદ્રગ્રહણ છે. કુલ મળીને આ વર્ષે 6 ગ્રહણ છે કે જેમાં ચાર ચંદ્ર ગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ છે. અત્યારસુધીમાં બે ચંદ્રગ્રહણ થઈ ચૂક્યા છે અને આ બંન્ને ઉપછાયા ચંદ્રગ્રહણ હતા. આ સિવાય એક સૂર્ય ગ્રહણ પણ થઈ ચૂક્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, 5 જુલાઈના દિવસે રવિવારના રોજ થનારું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે કે જેમાં માત્ર ચંદ્રમા પર પૃથ્વીની છાયા પડે છે. એટલા માટે આને ગ્રહણ માનવામાં આવી રહ્યું નથી અને આના કારણે આનો પ્રભાવ અને સૂતક કાળ પણ માન્ય નહી હોય. 5 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ હશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી.

પાંચ જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમા પર સવારે જ્યારે ભારતમાં ચંદ્રમાં આકાશમાંથી વિદાય લઈ ચૂક્યા હશે ત્યારે દક્ષિણ-ઉત્તરી અમેરિકા અને પશ્ચિમી આફ્રિકામાં થઈ રહેલી સાંજ દરમિયાન ચંદ્રમા અસ્ત થતા ઉપછાયા ચંદ્રગ્રહણ દેખાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહી.(પ્રતીકાત્મક તસવીર)

આ ચંદ્રગ્રહણ સવારે 8 વાગ્યે અને 38 મીનિટથી શરુ થશે. 09 વાગ્યે અને 59 મીનિટમાં આ પરમગ્રાસમાં હશે અને 11 વાગ્યે અને 21 મીનિટ પર સમાપ્ત થશે. આ પ્રકારે ચંદ્ર ગ્રહણનો સમય 2 કલાક 43 મીનિટ અને 24 સેકન્ડનો હશે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને અમેરિકા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાના ભાગોમાં જોઈ શકાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહી. એટલા માટે અહીંયા ગ્રહણનો સૂતક કાળ પણ માન્ય નહી હોય.

આ ચંદ્રગ્રહણના રોજ ગુરુ પૂર્ણિમા પણ છે. આ ગ્રહણ ધન રાશિમાં લાગી રહ્યું છે અને જે સમયે ગ્રહણ થઈ રહ્યું છે તે સમયે કર્ક લગ્ન ઉદિત હશે. વિજ્ઞાન જ્યાં ચંદ્રગ્રહણને માત્ર એક ખગોળીય ઘટના માને છે તો જ્યોતિષમાં આ અશુભ ઘટનાના રુપમાં જોવામાં આવે છે. એટલા માટે ગ્રહણ દરમિયાન કેટલાય શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે.