વિકાસ દૂબે કહેતોઃ મારા ગામમાં સેના સિવાય કોઈ પહોંચી ન શકે

નવી દિલ્હીઃ કુખ્યાત ગુનેગાર વિકાસ દૂબેએ પોતાના ગુનાઓના સહારે યુપી સહિત આસપાસના રાજ્યોમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. વિકાસના ગામમાં તેનું એક સિક્યોરિટી કિલ્લા જેવું મકાન છે. જેલની જેમ દિવાલો છે. આના પર કાંટાદાર તારો ગોઠવવામાં આવેલા છે. વ્યવસ્થા એવી ત્યાં થોડીક પણ હલચલ થાય તો તરત જ વિકાસને ખબર પડી જાય. દંભમાં ચૂર થયેલો વિકાસ લોકોને કહેતો કે પંડિતજીના ગામમાં માત્ર સેના જ ઘુસી શકે બીજું કોઈ અહિંયા આવવાની હિંમત પણ ન કરે.

આના પર કાંટાળા તારોની ઘેરાબંધી હોવાથી અહીંયા કોઈપણ વ્યક્તિનું આવવું એટલું સરળ નથી. જો કોઈ વ્યક્તિ અહીંયા આવી પણ જાય તો તે ચોક્કસપણે પકડાઈ જાય. તેની પાસે લક્ઝરી કાર છે. ઘરમાં લાખો રુપિયાનું ફર્નિચર અને લક્ઝુરીયર ઈલેકટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ છે. કુલ મળીને તે આ ગામમાં લક્ઝરી લાઈફ જીવતો રહ્યો છે અને પૈસાના દમ પર લોકોને પોતાના તાબે કરી લીધા છે. ડરના કારણે ગામ લોકો તેની સાથે રહી રહ્યા છે.
બદમાશીના દમ પર વિકાસે આસપાસના કેટલાય ગામોમાં પોતાનું વર્ચસ્વ ઉભું કર્યું છે. તેની વાત કોઈ વ્યક્તિ ટાળતું નથી અને કેટલાક નેતાઓ પણ તેના કંટ્રોલમાં છે. ખાસ કરીને વોટબેંક માટે. જેપણ સાંસદ અથવા ધારાસભ્યની ચૂંટણી લડે છે તે વિકાસનો સંપર્ક જરુર કરે છે. સમય સાથે વિકાસના રાજનૈતિક સંપર્કો વધી રહ્યા છે.

60 કેસ અને કેટલીય વાર જેલ ગયા બાદ પણ વિકાસની અંદર પોલીસનો કોઈપણ ડર રહ્યો નથી. જે પ્રકારે વારદાતને અંજામ આપવામાં આવ્યો તેનાથી સાબિત થાય છે કે તેને ખાખીનો કોઈ ડર નહોતો. એટલા માટે તે લોકોને કહેતો હતો કે બિકરુમાં માત્ર સેના જ ઘુસી શકે બીજા કોઈના ગજા બારી વાત છે. પોલીસ, પીએસીની હિંમત જ નથી કે તે ગામમાં આવી શકે.