નવી દિલ્હીઃ LPG સિલિન્ડરધારકો માટે સારા સમાચાર છે. કંપનીઓએ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલે સિલિન્ડરની કિંમતોમાં રૂ. 36નો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોના સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. 14 કિલોવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જેથી હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના રૂ. 1976.50 ચૂકવવાના રહેશે. કોલકાતામાં પહેલાં એ રૂ. 2132માં મળતો હતો, પણ નવી કિંમત રૂ. 2095.50 થઈ ગઈ છે મુંબઈમાં આજથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. 1936.50 અને ચેન્નઈમાં રૂ. 2141 થઈ ગઈ છે.
જોકે ઘરેલુ 14 કિલોગ્રામવાળા સિલિન્ડર ના મોંઘાં થયાં છે કે ના સસ્તાં થયાં છે. દિલ્હીમાં ઘરેલુ રાંધણ ગેસની કિંમતે રૂ, 1053, કોલકાતામાં રૂ. 1079, ચેન્નઈમાં રૂ. 1068.50 અને મુંબઈમાં રૂ. 1053 થયા છે. હજી પણ સિલિન્ડર છઠ્ઠી જુલાઈની કિંમતોમાં મળી રહ્યા છે. કંપનીઓએ છઠ્ઠી જુલાઈએ દરમાં વધારો કર્યો હતો.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રણ મહિનામાં ચોથો કાપ મૂકવામાં આવ્યો છે. એક જૂનથી 19 કિલોગ્રામ સિલિન્ડર સસ્તાં થયાં છે. જૂન પછી અત્યાર સુધી એક કોમર્શિયલ સિલિન્ડર આશરે રૂ. 378 સુધી સસ્તા થયાં છે.