નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક આવતાં જ એ આશંકા ફરીથી મજબૂત બની છે કે ભારતીય ચૂંટણીમાં વિદેશી દખલ થઈ શકે છે. FCRA એક્ટમાં બદલાવથી આ આશંકા મજબૂત બની છે. આ આશંકા અકારણ ન કહી શકાય કારણ કે, બીજેપી અને કોંગ્રેસ બંને મોટા રાજનૈતિક પક્ષોને કરોડો રુપિયાનું વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું છે.
ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સને રાજનૈતિક દળોને વિદેશી ભંડોળ મળવાના 34 જેટલા કિસ્સા સામે આવ્યા છે. વર્ષ 2003-04 થી 2011-12 વચ્ચે 19 આવા મામલાઓ બીજેપીના અને 15 મામલા કોંગ્રેસના સામે આવ્યા છે. આ તમામ ભંડોળ મળવા એટલા માટે શક્ય બન્યા કારણ કે સરકારે એફસીઆરએ 2010 અને 1976 માં બદલાવ કરી દીધો હતો. વેદાંતાની ભારતીય સબ્સિડિયરી, ડાઓ કેમિકલ્સ, હયાત જેવી વિદેશી કંપનીઓથી બંન્ને રાજનૈતિક દળોને 1 લાખ રુપિયાથી લઈને 14.5 રુપિયા સુધી પ્રાપ્ત થયા છે. આ વર્ષોમાં બીજેપીને 1 લાખ રુપિયાથી લઈને 14.5 કરોડ રુપિયા સુધી મળ્યા છે. આ વર્ષોમાં બીજેપીને વિદેશી સ્ત્રોત પાસેથી કુલ 19.4 કરોડ રુપિયા અને કોંગ્રેસને 9.83 કરોડ રુપિયા મળ્યા છે.
રાજનૈતિક દળોને લોકતંત્રનું રક્ષક માનવામાં આવે છે. તેઓ ચૂંટણી લડે છે, સરકાર બનાવે છે અને કાયદા બનાવે છે. એટલા માટે તેમને મળેલું ભંડોળ, આપણા લોકતંત્ર અને સરકારના સંચાલનના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. લો કમીશને ચૂંટણીના સુધારાઓ પર વર્ષ 2015ના પોતાના રિપોર્ટમાં ત્રણ પ્રમુખ કારણો જણાવ્યા હતા કે આખરે રાજનૈતિક દળોને ફંડિંગ વ્યવસ્થામાં સુધાર અને પારદર્શિતા લાવવી શાં માટે જરુરી છે…
પહેલું કારણ
મની પાવર રાજનૈતિક દળોમાં બરાબરીના મુકાબલે વ્યવસ્થાને બાધિત કરે છે અને રાજનૈતિક દળોની શુદ્ધતાને પતીત કરે છે. ધનીક કેન્ડિડેટ અને રાજનૈતિક દળોને ચૂંટણી જીતવાની વધારે તક મળે છે. બીજું કારણ કાળું ધન, લાંચ, અને લેણદેણવાળા ભ્રષ્ટાચારની રાજનીતિમાં પહેલાથી વ્યાપક બોલબાલા છે જેનાથી ઉમેદવારોને પોતાની ચૂંટણી ઝૂંબેશ ચલાવવામાં મદદ પ્રાપ્ત થાય છે. કમિશને પોતાની વાતને સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટના આ ક્વોટને આધાર બનાવ્યો. “ એવું લાગે છે કે કેટલાક ચૂંટણી ફંડના સ્ત્રોત હિસાબ-કિતાબ વગરનું અપરાધિક ધન હોય છે, જેના બદલે તેમને સંરક્ષણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આમાં વ્યાપારી સમૂહોનું કાળું ધન પણ હોય છે, જે આ રોકાણ, લાંચ અથવા ઠેકાઓ પર આપવામાં આવેલા કમિશનના બદલે ઊંચુ રીટર્ન મળવાની અપેક્ષા રાખે છે”. ત્રીજું કારણ અનિયંત્રિત અથવા ઓછા નિયંત્રિત ચૂંટણી ફંડિંગથી બંને પ્રકારની વસ્તુઓને વેગ મળે છે. A – ઉદ્યોગ જગત/પ્રાઈવેટ સંસ્થાઓ ધનનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરે છે કે નિયમ-કાયદાઓને નરમ બનાવવામાં આવે. B -ચૂંટણીના ફંડિંગ માટે જે ધનનો ઉપયોગ કરવામાં આવે છે, તે આખરે અનુકૂળ નીતિઓને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. |