શું છે રાયબરેલી અને ગાંધી પરિવારનો સંબંધ?

કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટા ચૂંટણી સસ્પેન્સનો અંત કરતા રાયબરેલીથી ઉમેદવારના નામની ઘોષણા કરી છે. આ પણ કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. ગાંધી પરિવાર 1952થી આ સીટ પર કોઈને કોઈ રીતે પ્રભુત્વ ધરાવે છે. હવે રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવાર બનવાની જાહેરાત પછી ગાંધી પરિવારની ત્રીજી પેઢીની રાજકીય સફર શરૂ થશે.

રાયબરેલી લોકસભા બેઠકનો ઈતિહાસ

કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધી આ વખતે ચૂંટણી લડી રહ્યાં છે. કહેવાય છે કે રાયબરેલીમાં રાહુલ માતા સોનિયા ગાંધીનો વારસો સંભાળશે. રાયબરેલીથી ચૂંટણી લડવાની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુના જમાઈ ફિરોઝ ગાંધીએ કરી હતી. 1952થી પ્રથમ સામાન્ય ચૂંટણી ફિરોઝ ગાંધી રાયબરેલીથી જીત્યા હતા. એ પછી 1958માં પણ એ ચૂંટણી જીત્યા હતા. એમના મૃત્યુ પછી ઈન્દિરા હાંધીએ 1967ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને એમની રાજકીય સફળની શરૂઆત કરી. ત્યારથી જ રાયબરેલી બેઠક ગાંધી પરિવારની વારસાગત બેઠક બની. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી અને સતત પાંચ વખત સાંસદ ચૂંટાયા હતા. જ્યારે હવે આ સીટ પરથી રાહુલ ગાંધી ચૂંટણી મેદાને ઉતર્યા છે.

હાઈપ્રોફાઈલ ગણાતી રાયબરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવાર સામે ચૂંટણી લડી રહ્યાં છે. નોંધનીય છે મૂળ કોંગ્રેસી દિનેશ પ્રતાપ સિંહે 2018માં ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપે એમને સોનિયા ગાંધી સામે ટિકિટ ફાળવી હતી. જો કે એ સમયે દિનેશ પ્રતાપ સિંહ 1,64.178 મતથી હારી ગયા હતા. 2019માં રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધીને 5,31,918 મત મળ્યા હતા. જ્યારે દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. આ વખતે રાહુલ ગાંધીની સામે રાયબરેલીથી

રાયબરેલી બેઠક પર એક નજર

વર્ષ સાંસદ પાર્ટી
1952 ફિરોઝ ગાંધી કોંગ્રેસ
1957 ફિરોઝ ગાંધી કોંગ્રેસ
1960 આરપી સિંહ કોંગ્રેસ
1962 બૈજનાથ કોંગ્રેસ
1967 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1971 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1977 ઈન્દિરા ગાંધી રાજનારાયણ સામે હારી ગયા
1980 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1984 ઈન્દિરા ગાંધી કોંગ્રેસ
1989 શીલા કૌલ કોંગ્રેસ
1991 શીલા કૌલ કોંગ્રેસ
1996 અશોક સિંહ ભાજપ
1998 અશોક સિંહ ભાજપ
1999 સતીશ શર્મા કોંગ્રેસ
2004 સોનિયા ગાંધી કોંગ્રેસ
2009 સોનિયા ગાંધી કોંગ્રેસ
2014 સોનિયા ગાંધી કોંગ્રેસ
2019 સોનિયા ગાંધી કોંગ્રેસ