મનુષ્યની જેમ પક્ષીઓ પણ લે છે છૂટાછેડા, જાણો…

નવી દિલ્હીઃ પક્ષીઓ પણ છૂટાછેડા લે છે, એમના પણ અફેર હોય છે અને બ્રેકઅપના દર્દમાંથી તેઓ પણ પસાર થાય છે. આ માત્ર અંદાજ નથી, પણ સાયન્સેના પૂરતા પુરાવા રજૂ કર્યા છે. સંશોધકોના એક રિપોર્ટમાં એનાથી જોડાયેલા કેટલાય મહત્ત્વના ખુલાસા થયા છે. બ્રેકઅપ અને છૂટાછેડાથી પક્ષીઓનો ઘેરો સંબંધ છે.

‘ધ ગાર્જિયન’ના રિપોર્ટ મુજબ 90 ટકા પક્ષીઓની પ્રજાતિઓની એક બ્રિડિંગ સીઝનમાં એક પાર્ટનર હોય છે, જ્યારે બીજી બ્રીડિંગ સીઝનમાં એમનો પાર્ટનર બદલાઈ જાય છે. પછી ભલે એમનો પાર્ટનર જીવતો જ કેમ ના હોય? એમની આ પ્રકારની વર્તણૂકને છૂટાછેડા કહેવાય છે. પ્રોસિડિગ્સ ઓફ રોયલ સોસાયટી બીની જર્નલમાં છપાયેલા એક રિસર્ચ મુજબ બર્ડ્સનાં આવું કરવાની પાછળ બે મોટાં કારણ છે. ચીન અને જર્મનીના સંશોધકોએ 232 બર્ડ્સની પ્રજાતિઓનો ડેટા વિશ્લેષણ કર્યો હતો. એ ડેટામાં તેમણે પક્ષીઓમાં છૂટાછેડા દર, માઇગ્રેશન ડિસ્ટન્સ અને સેક્સ્યુઅલ રિલેશનશિપને જોયાં. સંશોધનમાં માલૂમ પડ્યું હતું કે મેલ બર્ડ્સના વધુ સેક્સ્યુઅલ સંબંધોને કારણે ડિવોર્સ થાય છે, જે વધુ ડિવોર્સ રેટ્સનું કારણ છે. પ્લોવર, સ્વાલો, માર્ટિન, ઓરિઓલ અને બ્લેકબર્ડમાં મેલના સેક્સ્યુઅલ રિલેશનશિપને કારણે ડિવોર્સ રેટ વધુ છે.

કેટલાંક પક્ષીઓની પ્રજાતિઓ એવી છે, જેમાં ડિવોર્સ રેટ બહુ ઓછો છે. એ છે એલ્બાટ્રોસ, હંસ અને બતક. સંશોધકોએ જણાવ્યું હતું કે જે પ્રજાતિઓ માઇગ્રેશન દરમ્યાન વધુ અંતર કાપે છે, એમનો ડિવોર્સ રેટ બહુ વધુ હોય છે. માઇગ્રેશન સમયે મેલ અને ફીમેલ અલગ-અલગ સમયે પહોંચે છે. આવામાં જે જલદી પહોંચે છે, એ પોતાના માટે સેક્સ્યુઅલ પાર્ટનર શોધી લે છે. જેનો અર્થ છૂટાછેડા માનવામાં આવે છે.